દરેક વ્યક્તિએ ૯૦ દિવસના અંતે એક લોંગ બ્રેક લેવો જોઇએ અને ફરવા નિકળી જવુ જોઈએ

આમ તો આપણે ગુજરાતીઓ ખાવા પીવાના તથા ફરવાના શોખીન પણ ક્યારેય રખડવાની મજ્જા લિધી છે મિત્રો? રખડવુ એટલે કોઈપણ પ્રકારનુ પ્લાનિંગ કર્યા વગર મિત્રો સાથે બાઈક રાઈડ કરી, કાર રાઈડ કરી અથવા તો ક્યાંક મસમોટી લોંગ ટ્રીપ જવુ અને એનો અનુભવ સાચ્ચો ત્યારે જ થાય કે દોસ્ત ઈટ્ઝ લાર્ક, મજ્જા પડી ગઈ! અને એક જીવનમાં કંઈક નવુ કરી આવ્યા હોય એનો અહેસાસ થાય અને નવી તાજગી અને સ્ફુર્તીનો અનુભવ થાય. આપણે દર રવિવારે તથા તહેવારે પરિવાર સાથે જઈ શકીએ પણ ફરવાની આપણે વાતો જ કરતા રહીએ છીએ અને સમય ક્યાં ચાલ્યો જાય અને બધા જ દિવસો અને વર્ષો વિતી જાય તો પણ ક્યાંય જઈ નથી શકતા. અને ફરવાનુ નામ લઈએ એટલે ધાર્મિક સ્થળો યાદ આવી જાય કે ત્યાં જ જવાય ફરવા હવે એવુ રહ્યુ નથી તો શું રહ્યું છે એને પણ ક્યાંક અજમાવીએને.

આમ તો વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણ મુજબ દરેક નાગરીકે ૯૦ દિવસના અંતે એક લોંગ બ્રેક લેવો જોઇએ અને ફરવા નિકળી જવુ જોઈએ જેથી માનસિક તથા શારિરીક રીતે આપણને આરામ પણ મળે તથા નવી તાજગી અને ફ્રેશનેસનો અનુભવ થાય તો સાથે સાથે જ્યાં ફરવા જઈએ ત્યાંના લોકોની રહેણી કહેણી તથા પરિવેશ કેવો છે, ત્યાંની વિશિષ્ટતા શું છે? ત્યાંના લોકો કેવો ખોરાક પસંદ કરે છે? ત્યાંનુ કોઈ સ્પેશયલ ફોક સોંગ શું છે? કે ત્યાંની કોઈ પરંપરાને જાણવાનો આપણને મોકો મળે જેથી આપણાં જ્ઞાનમાં પણ વધારો થઈ શકે પણ જવુ કેવી રીતે અને ક્યારે જવુ?  એ પ્રશ્ન આપણને સૌને થાય કે એવા સમયે જઈએ કે જ્યાં ભીડ ઓછી હોય. આજકાલ હવે ટુર અને ટ્રાવેલ્સનો બિઝનેસ ઓનલાઈન એટલે કે ડિજીટલ થઈ ગયો છે એટલે હવે તમે ટ્રીપ એડવાઈઝર હોય કે મેક માય ટ્રીપ જેવી વેબસાઈટ હોય અને હવે તો સરકારની IRCTC વેબસાઈટ પર પણ વિવિધ પ્રકારની પેકેજ ઉપલબ્ધ છે જે તમે ત્યાં જઈને નજીવા દરે બુક કરાવી શકો છો અને એ પણ ડિસ્કાઉન્ટના દરે કા.કે આપણને જો પાણીપુરી ખાધા પછી  કોરી પુરી એકસ્ટ્રા માંગવાની આદત હોય તો આ કેમ છોડી શકીએ હૈં!  અને વિવિધ પ્રોમો કોડ અને કુપનનો ઉપયોગ કરી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

હવે પ્રશ્ન થાય છે કે ત્યાં પહોંચી તો ગયા અને આપણે ગુગલ બાબાની મદદ લઈએ ક્યાંક નવુ જોવાની ઈચ્છા થઈ કે જે પેકેજ બહારની વસ્તુ છે તો ઓલા & ઉબર જેવી સર્વિસ ઉપલબ્ધ છે, જો તમે સોલો ટ્રાવેલ કરી રહ્યા છો બ્લાહ બ્લાહ કરીને એપ છે જેમાં જઈને તમે લિફ્ટ માંગી શકો છો અને સર્વિસનો આનંદ ઉઠાવી શકો છો.

“સાધુ તો ચલતા ભલા! “આવી એક કહેવત છે મિન્સ અત્યારે જમાનો સોલો ટ્રાવેલિંગનો છે એટલે ઈચ્છા પડે ત્યારે લોકો પોતાનુ વાહન લઈને નિકળી પડે છે તો પરિસ્થિતીઓમાં પણ ઉપરની વાતો ક્યાંક લાગૂ પડી શકે છે તો અજમાવવાનુ ન ભૂલતા હોં!

અને આ બધુ જ વિચાર્યા પછી એવુ હોય કે પહોંચી તો ગયા અને રહીશું ક્યાં? આપણી પાસે એટલું બજેટ પણ નથી કે થ્રી સ્ટાર કે ફાઈવ સ્ટાર હોટેલમાં રહી શકીએ તો ચિંતા છોડો આજકાલ હોસ્ટેલની ફેશન છે ત્યાં તમે રહી શકો છો, એક જ રૂમમાં છ થી સાત બેડ હોય છે અને જરૂરીયાતની દરેક સુવિધાઓ એટલે સસ્તામાં પતે આપણી યાત્રાઓ!

તો હવે વેકેશન નજીક જ છે તો યા હોમ! કરીને નિકળી પડો તમે એકલા કે પરિવાર સાથે મનગમતા સ્થળે અને જિંદગીને નવી રીતે જીવીને આનંદ ઉત્સાહ મેળવી શકીએ!

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!