Dermatologist Hair Tips: વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા છે. મોટા ભાગના લોકો ખરતાં વાળને રોકવા માટેના અનેક ઉપાયો કરે છે. ડર્મેટોલોજિસ્ટ ડૉ. ગીતિકા મિત્તલ ગુપ્તાએ આ સમસ્યાને ઠીક કરવા માટે ટીપ્સ શેર કરી છે.
શું તમારા વાળ ખરી રહ્યાં છે? અપનાવો આ ડર્મેટોલોજિસ્ટની ટિપ્સ Dermatologist Tips
તમે ખરતા વાળ માટે ઉપાય કરી ને થાક્યા હોવ તો આ ટિપ્સ તમારા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીયે વાળ ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ?
એક દિવસમાં 50-100 વાળ ખરવા સામાન્ય બાબત છે, પરંતુ વધી જાય તો ચિંતા વાળી બાબત છે. ડર્મેટોલોજિસ્ટે મુજબ તમને CBC, Vit D3 અને BR2 સહિત ઘણાં બ્લડ ટેસ્ટ બાદ તેના વાળ ખરવાના કારણ જાણી શકાય છે. પરંતુ પહેલા અહીં આપેલ ટિપ્સ ફોલો કરો.
Dermatologist Tips:
- ધ્યાન રાખો કે, તમે તમારા વાળને વધુ પડતાં ટાઇટ ન બાંધો અથવા પોનીટેલ ન બાંધો, કારણ કે તેનાથી વાળ ખરવાની સંભાવના વધી જાય છે.
- ઓશીકામાં રેશમી કવરનો ઉપયોગ ટાળો. જો તમે રેશમી કવરનો ઉપયોગ કરો છો તો સૂવા સમયે તેની સાથે વાળ ઘસાય છે અને વાળ ખરવાનું પ્રમાણ વધે છે.
- વાળમાં કોઈ પણ ઓવર સ્ટાઇલિંગ કે રાસાયણિક કેમીકલનો ઉપયોગ ટાળો. તેના કારણે વાળને વધુ નુકશાન પહોંચી શકે છે અને વાળ વધુ પડતાં ખરવા લાગે છે.
- તમારા વાળને અનુકૂળ આવે એવા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો.
- દરરોજ વાળમાં હેર સીરમનો ઉપયોગ કરો, જેથી વાળની વૃધ્ધિ તો થશે પણ સાથે જ વાળ તૂટવા અને વાળ ખરતાં પણ ઓછા થાય.
- વાળમાં પર્મિંગ, ક્લરિંગ અને સ્ટ્રેટિંગ વગેરે કરવાનું ટાળો. શેમ્પૂ બદલવાની ભૂલ ન કરો. ભોજનમાં દૂધ, ફળ, લીલાં શાકભાજી, પીળાં શાકભાજી, માછલીનો સમાવેશ અવશ્ય કરો. ખૂબ પાણી પીઓ.
આ ડર્મેટોલોજિસ્ટ (Dermatologist) ની ટિપ્સ તમે આપવાની શકો છો, ત્યારબાદ જો રિજલ્ટ ના મળે તો ડૉક્ટર ની સલાહ લેવી હિતવાહ છે.
Tags:
Lifestyle