લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે Lemon Peel Benefits

Lemon Peel Benefits: લીંબુની છાલમાં વિટામીન સી અને વિટામીન એ હોય છે જે આપણી ત્વચામાં કોલેજન સિંથેસીસને પ્રમોટ કરે છે. જેથી આપણી સ્કીન ટાઈટ રહે છે અને ત્વચામાં કરચલીઓની સમસ્યા આવતી નથી. લીંબુની છાલના પ્રયોગથી વધતી ઉમર,પ્રદુષણ અને તણાવ ત્વચા પર હાવી નથી થતા અને લાંબા સમય સુધી સુંદરતા બરકરાર રહે છે.

આ પ્રયોગ દ્વારા મેળવો ગોરો અને ચમકદાર ચહેરો – લીંબુની છાલમાં સીટ્રીક એસીડ હોય છે જે સ્કીન વ્હાઈટીંગ એન્જ્ટ હોય છે. તેના માટે 2 ચમચી લીંબુની છાલના પાવડરમાં 3 ચમચી દૂધ ઉમેરી તે પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવવી. જયારે પેસ્ટ સુકાઈ જાય ત્યાર બાદ ચહેરાને ધોઈ લેવો. બે દિવસમાં એક વખત આ પ્રયોગ કરવાથી તમારી ત્વચા ગોરી અને ચમકદાર બની જશે.

આ રીતે બનાવી શકો છો ફેસ માસ્ક – લીંબુની છાલમાંથી ફેસ્ક માસ બનાવવા માટે પહેલા લીંબુની છાલને પીસીને તેનો પાવડર બનાવી લેવો. ત્યાર બાદ તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરવો. ત્યાર બાદ તેમાં એક થી બે ચમચી દહીં ઉમેરો. ત્યાર બાદ રેગુલર માસ્કની જેમ આ કેમિકલ ફ્રી માસ્કનો ઉપયોગ કરી શકો છો.

ટેનિંગ અને પીમપ્લ – ટેનિંગ અને પીમપ્લસ દુર કરવા માટે 2 ચમચી લીંબુની છાલના પાવડરમાં બે ચપટી હળદર, એક નાની ચમચી એલોવેરા જેલ અને ત્રણ ચમચી દૂધ ઉમેરી ત્યાર બાદ તેને ચહેરા પર લગાઓ. ત્યાર બાદ 15 થી 20 મિનીટ સુધી તે પેસ્ટને ચહેરા પર લગાવી રાખો. ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી સાફ કરી લેવો.

દાગ ધબ્બા – લીંબુની છાલમાં બ્લીચીંગ પ્રોપર્ટી હોય છે જે દાગ ધબ્બા દુર કરવા માટે ખુબ જ અસરકારક કામ કરે છે. તેના માટે બે ચમચી લીંબુની છાલના પાવડરમાં ત્રણ ચમચી મધ ઉમેરી એક પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ આ માસ્કને તમારી ત્વચા પર લગાઓ અને સુકાઈ જાય ત્યાર બાદ સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લેવો. આ પ્રયોગ તમારા ચહેરાના દાગ ધબ્બા તો દુર કરશે પરંતુ તેની સાથે સાથે તમારી ત્વચાને મોઈસ્ચરાઈઝ પણ કરશે.

લીંબુની છાલમાંથી આ રીતે બનાવો સ્ક્રબ – મિત્રો લોકો ચહેરાને સુંદર બનાવવા માટે મોંઘા સ્ક્રબનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ લીંબુની છાલની મદદથી તમે સૌથી શ્રેષ્ઠ અને અસરકારક સ્ક્રબ બનાવી શકો છો. લીંબુની છાલમાંથી નેચરલ સ્ક્રબ બનાવવા માટે સૌથી પહેલા લીંબુની છાલને પીસીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટમાં પીસેલી ખાંડ અને થોડા ટીપા નારિયેળનું તેલ ઉમેરો. હવે તમારે નેચરલ સ્ક્રબ તૈયાર છે તમે તેનો ઉપયોગમાં લઇ શકો છો.

દાંત માટે – દાંત પણ ચહેરાની ખુબસુરતી માટે એક મહત્વનો ભાગ ભજવે છે. સફેદ, મજબુત અને સુંદર દાંત ચહેરાની સુંદરતા પર ચાર ચાંદ લગાવી દે છે. દાંતને ખુબસુરત બનાવવા માટે તમારે એક લીંબુની છાલ લેવાની છે અને તે છાલને પોતાના દાંત પર ઘસવી. ત્યાર બાદ થોડા હલ્કા ગરમ પાણી વડે મોં સાફ કરી લેવું. આ ઉપરાંત તમે લીંબુની છાલના પાવડરની પેસ્ટને દાંત પર ઘસવી તેનાથી પણ ફાયદો થશે. 🪥આ પ્રયોગથી દાંતની પીળાશ દુર થશે અને દાંતમાં એક પ્રાકૃતિક ચમક આવી જશે. પણ આ પ્રયોગ વધુ ના કરવો, નહિ તો પેઢા ઘસાઈ જવાની શક્યતા રહે છે. 

Source: https://pardesidude.com/powerful-benefits-of-lemon-peel/

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!