આઈનોક્સના ચોથા મલ્ટિપ્લેક્સનો શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રારંભઃ 5 સ્ક્રિન 976 સીટ

  •  આજવા – વાઘોડિયા રોડ પર સ્થિત તક્ષ ગેલેક્ષી ખાતે શરૂ થયેલાં આઈનોક્સ મલ્ટિપ્લેક્સનું એક ઓડિટોરીયમ એટમોસ સાઉન્ડ સિસ્ટમથી અને 3 સ્ક્રીન 3ડી ટેક્નોલોજીથી સજ્જ.
  • અમને ખાતરી છે કે આ ચોથા મલ્ટિપ્લેક્સનું ઇન્ટિરીયર, ટેક્નોલોજી પ્રેક્ષકોને ખુબ જ ગમશેઃ- અતુલ ભંડારકર

આજવા – વાઘોડિયા રોડ પર શહેરના ચોથા આઈનોક્સ મલ્ટિપ્લેક્સનો પ્રારંભ થયો છે. અત્રે ઉલ્લેખનિય છ કે, આઈનોક્સ સિનેમા ગુજરાત રાજ્યમાં 81 સ્ક્રિન્સ સાથે કુલ 20 મલ્ટીપ્લેક્સ ધરાવે છે.

આઈનોક્સ લીઝર લિ.ના સેન્ટ્રલ ઇન્ડિયા અને ગુજરાતના રિજનલ ડિરેક્ટર અતુલ ભંડારકરના જણાવ્યા પ્રમાણે, આજવા – વાઘોડિયા રોડ સ્થિત તક્ષ ગેલેક્ષી ખાતે શહેરના ચોથા આઈનોક્સનો પ્રારંભ થયો છે એ અમારા માટે ગૌરવની બાબત છે. નવીનતમ મલ્ટિપ્લેક્સ 5 સ્ક્રિન્સ અને 976 સીટની કેપેસીટી ધરાવે છે. આઈનોક્સ પહેલેથી રેસકોર્સ રોડ, રિલાયન્સ મેગા મોલ અ સેવન સિઝ મોલ ખાતે 3 મલ્ટિપ્લેક્સનું સંચાલન કરી રહી છે. આ સાથે આઈનોક્સ સિનેમા ગુજરાતમાં 81 સ્ક્રિન્સ સાથે કુલ 20 મલ્ટિપ્લેક્સ ધરાવે છે.

નવા આઈનોક્સની ખાસ વિશેષતા.

  • આર્ટ ડેકોરેશન અને સમકાલિન અનુભવનું એક સ્ટાઈલિશ સંયોજન.
  • લોબીમાં લાઈટિંગનો નવીનતમ પ્રયોગ, ગ્લેમરમાં વધારો કરે છે.
  • કસ્ટમર ફ્રેન્ડલી ફિચર્સ જેવા કે રિક્લાઈનર સીટ અને બહોળો લેગ સ્પેસ.

નવો મલ્ટિપ્લેક્સ નેશનલ હાઈવે 8ની પાસે હોવાના કારણે શહેરના તમામ મુખ્ય વિસ્તારોથી ત્યાં સરળતાથી પહોંચી શકાય તેમ છે. અદ્યતન સિનેમા ટેક્નોલોજી સાથે સજ્જ આ મલ્ટિપ્લેક્સમાં રેઝર શાર્પ વિઝ્યુઅલ માટે અદ્યતન 2K ડિજીટલ પ્રોજેક્શન સિસ્ટમ અને ડોલ્બી દ્વારા સંચાલિત ડિજીટલ સાઉન્ડ છે. 5 પૈકી એક ઓડિટોરીયમ એટમોસ સાઉન્ડ સિસ્ટમથી સજ્જ છે. તેમજ 3 સ્ક્રીન 3ડી સ્ક્રીન ટેક્નોલોજીથી સજ્જ છે.

અતુલ ભંડારકરે જણાવ્યું હતું કે, વડોદરાના સિનેમા પ્રેમીઓનું વધુ એક આઈનોક્સ સિનેમા મલ્ટિપ્લેક્સમાં સ્વાગત કરતાં અમે ગર્વ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ. અમને ખાતરી છે કે અમારું સર્વોત્તમ ઇન્ટિરીયર અને ટેક્નોલોજી પ્રેક્ષકોને ખુબ જ ગમશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આઈનોક્સ દેશના 69 શહેરોમાં 583 સ્ક્રિન સાથેના 141 મલ્ટિપ્લેક્સમાં ધરાવે છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!