લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ખાવા લાગો આ દેશી વસ્તુઓ, આજીવન નહિ થાય કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીનની કમી…

ચાલો જાણીએ એવી કઈ 6 સ્વદેશી વાનગીનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ, આર્યન અને પ્રોટીનની ઉણપ નથી સર્જાતી.

આ સ્વદેશી વાનગીમાં કેલેરીનું પ્રમાણ ખૂજ જ ઓછું છે. આ વાનગીમાં તે પોષક તત્વોનું પ્રમાણ વધારે છે જે શરીરને સ્વાસ્થ્ય બનાવવા માટે મદદરૂપ થાય છે. અને સૌથી મોટી વાત આ વાનગીને બનાવવી ખૂબજ સરળ છે.

eat-this-dishes-for-stay-healthy

અમે તમને કઈક આવી જ વાનગીઓ વિષે જણાવીએ છીએ. જેના સેવનથી તમે થાક, નબળાઈ, એનેમિયા, પ્રોટીનની ઉણપ વગેરે દૂર કરવામાં મદદરૂપ બનશે.

દલિય: ઘણા બધા લોકો સવારના નાસ્તામાં દલિયા ખાવાનું પસંદ કરે છે. દલિયા ઘણી બધી અલગ રીતથી બનાવી શકાય છે. દલિયામાં સારા કાર્બ્સ, ફાયબર અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ ઉપરાંત દલિયામાં વિટામિન બી પણ ભરપૂર માત્રમાં હોય છે. જે આપણા મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. દલિયામાં મધ, બદામ અને બીજા ઘણા ડ્રાય ફ્રૂઇટ્સ ઉમેરીને તેને વધુ હેલ્થી બનાવી શકાય છે.

વેજીટેબલ સેન્ડવિચ અને પાસ્તા: ખૂબ જ ભૂખ લાગી હોય અને થોડી જ વારમાં તૈયાર થઈ જાય એવી વાનગીમાં લોકો સેન્ડવિચ અને પાસ્તા ખાવાનું પસંદ કરે છે. તેમાં તમે ખૂબ સારી એવી માત્રમાં ચટણી અને ચીઝ ઉમેરી ચોક્કસપણે ટેસ્ટી બનાવી શકો પરંતુ હેલ્થી નહીં. તેને હેલ્થી બનાવવા માટે સેન્ડવિચ અને પાસ્તામાં લીલા શાકભાજી અને કેટલાક ઘરેલુ મસાલા ઉમેરો.

શેકેલા બટેકા: બટેકા એક એવી શાકભાજી છે જે બધાને પસંદ આવે છે. જોકે બટેકામાં કૅલરીનું પ્રમાણ વધારે હોઈ છે. પરંતુ ફ્રાય બટેકા કરતાં જો તમે શેકેલા બટેકાનું સેવન કરો તો સ્વાસ્થ્ય માટે ઉતમ છે. તેની સાથે તમે બીજા બાફેલા શાકભાજી પણ ખાઈ શકો છો. અને શેકેલા બટેકાને વધુ સ્વાદીસ્ટ બનાવવા માટે તેમાં મીઠું, લીંબુ, કળા મરી ઉમેરી શકો છો.

ખિચડી: ખિચડી એક પૌષ્ટિક આહાર છે. અને તેને બનાવવી પણ સરળ છે. અને દેશના ઘણા હિસ્સામાં શ્રેસ્ઠ આહાર માનવામાં આવે છે. ખિચડીમાં હિંગ અને ઘી ઉમેરવાથી તે વધુ સ્વાદિસ્ઠ બને છે. મગની દાળની ખિચડી પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેને વધુ હેલ્થી બનાવવા તમે શાકભાજી ઉમેરી શકોછો.

દહીં અને ભાત: ખિચડીની જેમ જ ભારતના કેટલાક હિસ્સામાં દહીં અને ભાત પણ મનગમતી વાનગી છે. નિષ્ણાતો દ્વારા આ વાત બહાર આવી છે છે કે, દહીં ભાત સારા પાચન માટે મદદ કરે છે. આ સાથે જ દહીંમાં કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત છે જે હાડકાં મજબૂત કરવામાં મદદરૂપ બને છે.

દહીં અને ફળ: જો તમે હેલ્થી વાનગી ખાવા માંગો છો તો દહીં અને ફળ તમારા માટે સારો વિકલ્પ છે. દહીંમાં આંતરડાના બેક્ટેરિયા, કેલ્શિયમ, વજન ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિનો ઉતમ સ્ત્રોત હોય છે. અને જો દહીંમાં કાજુ, બદામ અને બીજા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી તેને ખનીજ અને વિટામીન્સથી ભરપૂર બનાવી શકો છો.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!