રાહુલ ગાંધીને કોંગ્રેસનુ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ છોડવું છે પણ પાર્ટી છોડવા દેતી નથી, વડોદરા કોંગ્રેસે આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો

  • વર્ષ 2019 લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના સુપળા સાફ થતાં રાહુલે દોષનો ટોપલો પોતાના માથે લીધો
  • હવે રાહુલ ગાંધી રાજીનામુ ન આપે તે માટે આખી કોંગ્રેસ પાર્ટી તેને મનાવવામાં લાગી છે.
  • આજે વડોદરા શહેર કોંગ્રેસે રાહુલના આ નિર્ણય સામે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યાં


તાજેતરમાંજ લોકસભાની ચુંટણીના પરિણામો આવતાં કોંગ્રેસનો દેશના મોટાભાગના રાજ્યોમાંથી સફાયો થયો છે. ગત લોકસભાની ચુંટણી કરતા પણ કારમી હારનો કોંગ્રેસને આ વખતે સામનો કરવો પડ્યો છે. લોકસભાની ચુંટણીના પરિણામ જાહેર થતાં કોંગ્રેસની હાર માટે રાહુલ ગાંધીએ પોતે જવાબદારી લઇ રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી રાહુલો આ નિર્ણનય સ્વીકારવા તૈયાર નથી. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે રાહુલ ગાંધીના આ નિર્ણયનો વિરોધ કરી કોંગ્રેસ કાર્યાલય ખાતે સૂત્રોચ્ચાર કર્યાં હતા.

વર્ષ 2019ની લોકસભા ચુંટણીમાં ભાજપે કોંગ્રેસ અને થર્ડ ફ્રન્ટ વચ્ચે જંગ હતી. તેમ છતાં કોંગ્રેસ અને થર્ડ ફ્રન્ટ ભાજપનુ કશું બગાડી શક્યાં નહીં અને દેશ ભરની પ્રજાએ ભાજપને ખોબેખોબા ભરીને મત આપ્યાં હતા. પરિણામ આવતાં કોંગ્રેસ પાર્ટીના દેશભરમાંથી સુપડા સાફ થઇ ગયાં હતા. કોંગ્રેસની આ પ્રકારની હાર તેમણે વિચાર પણ નહતી, જેનો તેમને સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રસનુ ગઢ કહેવાતી અમેઠી લોકસભા પણ હવે ભાજપ હસ્તક થઇ ગઇ છે. હવે આ હારનો ટોપલો કોણ માથે લે તેવી પરિસ્થિતીનુ નિર્માણ થયું હતું.

કોંગ્રેસની કારમી હારનો ટોપલો ખુદ રાહુલ ગાંધીએ પોતાના માથે લઇ લીધો અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે રાહુલના આ નિર્ણય સામે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને રાજનેતાઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. જેને પગલે આજે વડોદરા શહેર કોંગ્રેસ અધ્યક્ષ પ્રશાંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. કોંગી કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યાં હતા.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!