ગુજરાતમાં પ્રથમવાર વડોદરા ખાતે ધોની એકેડમી દ્વારા ક્રિકેટ કોચિંગ ક્લિનિકનો પ્રારંભ.

  •  તા. 12 મે- 19ના રોજ 7 દિવસીય ક્રિકેટ કોચિંગ કેમ્પનો પ્રારંભ.
  • દરેક બાળકને અલગથી કોચ અપાશે અને વિડીયો એનાલિસીસ, ફિઝિયો, ન્યૂટ્રિશિયન દ્વારા ડાયેલ પ્લાન અપાશે.
  • 6 વર્ષથી 19 વર્ષ સુધીના બાળકો ક્રિકેટ કોચિંગ કેમ્પમાં ભાગ લઈ શકશે.

એમ. એસ. ધોની એકેડમી અને વડોદરા ક્રિકેટ એકેડમીના સંયુક્ત ઉપક્રમે વડોદરા ખાતે તા. 12 મે ના રોજ 7 દિવસીય ક્રિકેટ કોચિંગ કેમ્પનો પ્રારંભ કરાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, એમ.એસ. ધોની ક્રિકેટ એકેડમી દ્વારા ગુજરાતના એકમાત્ર વડોદરા સહિત દેશભરના 20 જેટલાં સહેરોમાં પ્રથમ ક્રિકેટ કોચિંગ ક્લિનિકનો પ્રારંભ કર્યો છે.

આરકા સ્પોર્ટ્સ કંપનીના નેજા હેઠળ એમ.એસ.ધોની ક્રિકેટ એકેડમીનું સંચાલન કરાય છે. આરકા સ્પોર્ટ્સ કંપનીના બિઝનસ હેડ મુનિસ રાવના જણાવ્યા પ્રમાણે, આ ક્લિનિક આખા ગુજરાતમાં પ્રથવાર વડોદરામાં શરૂ કરવામાં આવી છે. આગામી તા. 12 મેથી શરૂ થતાં સાત દિવસીય ક્રિકેટ કોચિંગ કેમ્પમાં 6 વર્ષથી 19 વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

એમ.એસ.ધોની, ઇમરાન તાહીર, ફરવિઝ મઝરૂફ જેવાં ક્રિકેટર્સ બાળકોને મળવા આવશે.

મુનિશ રાવના જણાવ્યા પ્રમાણે, 2015માં બર્લી ખાતે પ્રથમ એમ.એસ. ધોની એકેડમીની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ સિંગાપુર અને દુબઈ જેવા અન્ય દેશોમાં પણ એકેડમીનો પ્રારંભ કરાયો હતો. હાલ અમે કેટલાંક ખાસ શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જ્યાં ક્રિકેટરોની પ્રતિભાને ઓળખવામાં આવશે. પ્લેયરોને ઉચ્ચ કક્ષાનું કોચિંગ તેમજ ઈન્ટરનેશનલ લેવલની સ્પર્ધા માટે સહાય કરાશે. ધોની, ઇમરાન તાહિર, ફરવિઝ મહરૂઝ જેવા ક્રિકેટર્સ પણ બાળકોને મળવા આવતા રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ક્રિકેટ કોચિંગના એક સેશનમાં 100 બાળકોનો સમાવેશ કરાશે. તેમજ બીસીસીઆઈ માન્યતા પ્રાપ્ત કોચનાં માર્ગદર્શન હેઠળ તાલીમ અપાશે. દરેક બાળકને અલગથી કોચ અપાશે તેમજ વિડીયો એનાલિસીસ, ફિઝિયો, ન્યૂટ્રિશિયન દ્વારા ડાયેટ પ્લાન અપાશે.

મિહિર દિવાકરના જણાવ્યા પ્રમાણે, ક્રિકેટ કોચિંગ ક્લિનિકમાં સ્થાનિક કોચની ભરતી કરીને અને બાળકોને ક્રિકેટમાં આગળ વધવાની તકો અને ક્રિકેટમાં ભાવિ વિકાસ પ્રોજેક્ટ્સ માટે સ્થાનિક સુવિધા પણ અપાશે. ઉપરાંત દરેક ઝોનમાં ક્રિકેટનો મોટો વર્ગ ઉભો કરવા માટે દેશનાં વિવિધ ભાગોમાં જઈને પહેલ પણ કરાઈ છે. મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટની મૂળભૂત બાબતો શિખવાડનાર તેના સ્કૂલના કોચ કેશવરણજન બેનરજી પણ આ કેમ્પમાં ટ્રેનિંગ આપશે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!