સ્માર્ટ મોબાઈલ ચાર્જરઃ આખા પરિવારના ફોન રાત્રે કેટલાં સમય પૂરતાં ચાર્જ થવા જોઈએ, એ જાતે નક્કી કરી શકો.

  •  માંજલપુર વિસ્તારમાં રહેતાં કરણ શાહે રાતભર મોબાઈલ ચાર્જીંગની સમસ્યાનો છુટકારો અપાવતું ડિવાઈસ બનાવ્યું.
  • એક સાથે 6 મોબાઈલ અને 1 લેપટોપને નિયત સમય માટે ચાર્જ કરતું આ ડિવાઈસ, રાત્રે અજાણ્યા વ્યક્તિના પ્રવેશ પર એલર્ટ પર કરે છે.
smart-mobile-charger

 જીવન જરૂરીયાતના ગેઝેટ્સ અંગે ઇનોવેશન કરવાનો શોખ ધરાવતાં શહેરના કરણ શાહે સ્માર્ટ મોબાઈલ ચાર્જર તૈયાર કર્યું છે.

કરણ શાહે અવર વડોદરાને જણાવ્યું કે, મોટા ભાગના લોકો રાત્રે 12 વાગ્યે મોબાઈલને ચાર્જીંગમાં મુકી દે છે અને સવાર સુધી લગભગ 6 થી 8 કલાક મોબાઈલ ચાર્જર સાથે જોડાયેલો રહે છે. અને તેના કારણે બેટરીને નુકસાન પહોંચતું હોય છે. આ સમસ્યાનો છૂટકારો મેળવવાના વિચારમાંથી સ્માર્ટ મોબાઈલ ચાર્જર બનાવવાનો મને વિચાર આવ્યો હતો.

તેણે પોતાના સ્માર્ટ મોબાઈલ ચાર્જર વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ ડિવાઈસમાં છ યુ.એસ.બી. પોર્ટ તેમજ એક શોકેટ છે. જેના દ્વારા એક સાથે છ મોબાઈલ અને એક લેપટોપ આના દ્વારા ચાર્જ કરી શકાય છે. આ સ્માર્ટ મોબાઈલ ચાર્જર ડિવાઈસમાં 20 અલગ અલગ પ્રોગ્રામ સેટ કરી શકાય છે. આ પ્રોગ્રામ દ્વારા અઠવાડિયામાં કયા દિવસે અને રાત્રે કેટલાંથી કેટલાં વાગ્યા સુધી મોબાઈલ ચાર્જ કરવો વગેરે નક્કી કરી શકાય છે.

કરણે ઉમેર્યું કે, આ ડિવાઈસમાં એક લેસર સિસ્ટમ પણ ફીટ કરી છે. જેથી રાતના અંધારામાં ડિવાઈસની સામેથી અજાણી હલચલ થાય તો એલાર્મ વાગી ઉઠે છે. માટે ચોર કે અજાણ્યા વ્યક્તિની રૂમમાં એન્ટ્રીની તરત ખબર પડી જાય.

લગભગ 8 હજારના ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ડિવાઈસ હાલ તો કરણ શાહની માતાને ખૂબ ઉપયોગી બની રહ્યું છે. અને કરણ આ ડિવાઈસ લોકો સુધી પહોંચે તે માટે પ્રયત્ન કરનાર છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કરણ શાહે અગાઉ, બાઈક સાથે 400 વોટ આઉટપુટની ઓડિયો સિસ્ટમ ફિટ કરી હતી. તેમજ ઇલેક્ટ્રિક બાઈકનાં એન્જિનવાળી ઈ-પગરિક્ષા સહિતના કેટલાંક ઇનોવેશન કર્યા હતાં.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!