- કોલકત્તા મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત આ આર્ટ બનાવવામા આવી રહ્યું છે
- આગામી 40 વર્ષની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી આર્ટ બનાવવામાં આવી રહ્યું છે.
- મેટ્રો રેલ પ્રોજોકેટની (25*40 ફુટની) બે દિવાલ અને (40*60 ફુટની) બે દિવાલ પર ગ્રેફિટી આર્ટ કરવામાં આવી રહ્યું છે.
શહેરની મહરાજા સયાજીરાવ યુનિ.ની ફાઇન આર્ટસ ફેકલટી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ ફેકલ્ટીના ભુતપૂર્વ ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા કોલકત્તા મેટ્રો પ્રોજેકટ અંતર્ગત આગામી 40 વર્ષની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી 25*40 ફુટની બે દિવાસ અને 40*60 ફુટની બે દિવાલો ઉપર ગ્રેફિટી આર્ટ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી આ ત્રણ ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કોલકત્તા મેટ્રો રેલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. કોલકત્તા મેટ્રો રેલની દિવાલો પર બનાવવામાં આવી રહેલુ ગ્રેફિટી આર્ટ સમગ્ર કોલકત્તામાં આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે.
આગામી 40 વર્ષની શહેરની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી ફાઇન આર્ટસ ફેકલ્ટીના ત્રણ ભુતપૂર્વ વિદ્યાર્થી ભાવસિંગ બામભણીયા, અનીરબાન નંદી અને અવિનાશ કુમાર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલુ ગ્રેફીટ આર્ટ અંગે માહિતી આપતા ત્રણેયે જણાવ્યું હતું કે, 19મી સદીના મધ્ય કાળમાં ગ્રેફીટી આર્ટની શરુઆત થઇ હતી. ગ્રેફીટી આર્ટ એટલે કે કોઇને કોઇની સામે બોલવુ હોય કે રજુ કરવી હોય અથવા તેનો વિરોધ હોય (રાજકીય) કે પછી કંઇ સમાજને કઇ સમજ આપવી હોય તો તેની માટે દિવાલો પર આર્ટના માધ્યમથી પોતાની અભિવ્યક્તિ દરશાવવામાં આવતી હતી.
મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત કોલકત્તાના ફુલબાગાન વિસ્તારમાં આ ગ્રેફિટી આર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારનુ નામ ફુલબાગાન છે પરંતુ ફોલુન બાગની નામે અહીંયા મીંડુ છે, માત્ર વાહનોની ભીડભાડજ જોવા મળી રહીં છે. જેથી આ આર્ટના માધ્યમથી સમાજમાં એક સંદેશો આપવામાં આવી રહ્યો છે કે, પ્રકૃતિમાં અનેક જીવોનો પણ સમાવેશ છે, જેથી તેની પણ જાળવણી કરવી જરૂરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, કોલકત્તા મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગ ત બનાવવામાં આવી રહેલુ ગ્રેફિટી આર્ટમાં કોઇ રાજકીય નથી, માત્ર પ્રકૃતિને ધ્યાનમાં રાખી કુલ ચાર દિવાલો ઉપર આ આર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા કોલકતામાં વિપુલ માત્રમાં વૃક્ષો જોવા મળતા હતા. આ વૃક્ષોના કારણે પ્રકૃતિક સૌંદર્ય જળવાઇ રહેતું હતુ, પરંતુ સમય જતાની સાથે આ વૃક્ષો ઓછા થવા લાગ્યાં છે જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી ભવિષ્યમાં પરિસ્થિતી સર્જય શકે છે.
જેથી આ આર્ટના માધ્યમથી સમાજને સંદેશો આપવામાં આવી રહ્યો છે કે પ્રકૃતિની કાળજી લેવી ખુબ જરૂરી છે, અમે કુલ ચાર દિવાલો ઉપર ગ્રેફીટી આર્ટ કરી રહ્યાં છે. જેમાં માછલી, મકાઉ (પોપટ), ટાઇગર અને હરણની તસ્વીરો બનાવવામાં આવી રહીં છે. ગત 31 ડીસેમ્બરના રોજ આ કામ શરુ કરવામા આવ્યું હતું, અત્યાર સુધીમાં માછલી અને હરણનુ ગ્રેફીટ આર્ટ તૈયાર કરી દેવાયું છે, જ્યારે મકાઉ (પોપટ) અને ટાઇગરનુ આર્ટ આગામી 15મી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
Tags:
Gujarati News