- નંબર છુપાવવા માટે અલ્પુ ઇનટરનેટથી વી ફોન એપનો ઉપ્યોગ કરી દારૂનો સપલાય કરતો
- મુકેશ હરજાણીની હત્યા બાદ મધ્યગુજરાતમાં દારૂનો ધંધો અલ્પુ અને લાલુ સંભાળતા હતા.
- મુકેશ હરજાણીની હત્યા બાદ અલ્પુ અને લાલુ વચ્ચે દારૂના ધંધાને લઇને માથાકુઠ થતાં બન્ને વિખોટા પડ્યાં
- એક તરફ અલ્પુએ અને બીજી તરફ લાલુએ પોતાનુ વરચસ્વ જમાવાનુ શરુ કર્યું અને બન્ને ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા
- અલ્પુ સિંધી સામે 23 ગુનાઓ નોંધાયા છે, જેમાંથી 12 ગુનાઓમાં તે વોન્ટેડ હતો
મધ્યગુજરાતનો લીકર કીંગ કહેવાતા મુકેશ હરજાણીની હત્યા બાદ અલ્પુ અને લાલુએ ધંધો સંભાળ્યો હતો. જોકે મુકેશ ચાકા મર્ડર કેસમાં સજા ભોગવી રહ્યો હતો. ત્યારે પણ દારૂનો ધંધો આ બન્નેજ સંભાળતા હતા. જોકે વર્ષ 2016 ઓક્ટોબર મહિનામાં કલપેશ કાછીયા એન્ડ કંપનીએ મુકેશ હરજાણીની હત્યા કરી હતી. મુકેશની હત્યા બાદ લાલુ અને અલ્પુ વચ્ચે વરચસ્વની લડાઇ શરું થઇ અને બન્ને પોતાનુ અલગ સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે થોડા સમય પહેલા તૈયાર કરેલી લીસ્ટેડ બુટલેગરોની યાદીમાં બન્નેનો સમાવેશ થયો હતો. જેથી ટુંક સમય પહેલાજ લાલુ સીંધીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જ્યારે 12 ગુનાઓમાં વોન્ટેડ અલ્પુ સીંધીની ગત મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરતા 8 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
શહેરનો નામચિન બુટલેગર અલ્પેશકુમાર ઉર્ફે અલ્પુ હરદાસમલ વાધવાણી સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશન મારામારી, આર્મસ એક્ટ, રાયોટીંગ, ધાક ધમકી અને તડીપાર કરવાના 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી પ્રોહીબીશનના 12 ગુનાઓમાં અલ્પુ છેલ્લા ઘણા સમયથી પોલીસથી નાસતો ફરતો હતો. પોલીસ પકડથી દુર રહેવા માટે અલ્પુ પોતાના મોબાઇલ ફોનમાં વી ફોન એપ્લીકેશનનો ઇનટરનેટ દ્વારા ઉપ્યોગ કરી દારૂ સપ્લાય કરતો હતો. વી ફોન એપલીકેશથી જ્યારે તે કોઇને દારૂ સપ્લાય કરવા માટે ફોન કરે ત્યારે સામેવાળી વ્યક્તિના મોબાઇલમાં વિદેશનો નંબર જોવા મળતો, આમ અલ્પુ પોતાનુ લોકેશ છુપાવવા માટે આ એપનો ઉપ્યોગ કરતો હતો.
જોકે ગત રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, અલ્પુ સીંધી હરણી સ્થિત સીદ્ધાર્થ લાઇફ સ્ટાઇલ સોસા.ના મકાનમાં છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સોસા.માં પહોંચી હતી. જ્યાં અલ્પુની સાથે તેનો સાગરીત જયેશ ઉર્ફે ભાવીન જયંતીભાઇ કાછીયા પણ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘરમાં તપાસ કરતા 11 નંગ દારૂની બોટલો તેમજ રૂ.55 હજરની કિંમતના બે મોબાઇલ તથા રૂ. 10 લાખની કિંમતની ફોર્ચ્યનર કાર મળી કુલ રૂ. 10,60,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેથી આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલ્પુ અને ભાવીનને કોર્ટમાં રજુ કરી અલ્પુના 8 દિવસના રિમાન્ડ મેળવી તેની સધન પુછપરછ હાથ ધરી છે.