આશિર્વાદ અને દુવા ની વાત ને વર્ણવતો એક અદ્ભૂત પ્રસંગ

 એક ખુબજ જૂનાં સમય નો પ્રસંગ છે, એક ગામડા ગામનો અભણ યુવાન, ઉનાળા નાં દિવસો મા સેવા નાં ભાવ સાથે વગડા મા પાણી નું પરબ ખોલે છે, રસ્તા મા આવતાં જતા મુસાફરો પાણી પીઈને તરસ છીપાવે છે, આ પરબ ઉપર રોજ ચાર જણા આવે છે, પાણી પીવે, થાક ઊતરે ત્યાં સુધી પેલા યુવાન સાથે વાતો કરે, અને વળી જતા રહે, આ રોજ નૉ ક્રમ બની ગયો, એક દીવસ પેલો યુવાન પૂછે છે કે મિત્રો તમે રોજ મારે ત્યાં આવો છો, પાણી પીવો વાતો કરો અને જતા રહો છો, તો મને એટલું બતાવો કે તમે કોણ છો.? ક્યાં થી આવો છો અને ક્યાં જાવ છો?, પેલા ચારે જણ ક્હે છે કે દોસ્ત અમારી ઓળખાણ કાઢવી રહેવા દે, પેલો યુવાન આગ્રહ કરે છે કે નાં, તમે તમારી ઓળખાણ આપો, પેલા લોકો ક્હે છે કે દોસ્ત કાળજું કઠણ કરી ને સાંભળ અમે યમના દુતો છીએ, હે..? તો કે હા અમે યમનાં દુતો છીએ, અને રોજ જીવને લેવા જઇએ છીએ,  વાત સાંભળતા યુવાન ક્હે છે કે ભાઈ તમે મારૂં એક કામ કરશો.? દુતો કહે છે કે ભાઈ રોજ તારૂ પાણી પીઈએ, તારી સાથે વાતો કરીએ, તારૂ કામ કેમ નાં કરીએ..? 

યુવાન કહે છે કે દોસ્તો મારે મારૂ મૃત્યુ જાણવું છે, તમે કાલે આવો ત્યારે મારૂ મૃત્યુ જાણતા આવજો, ભલે કહીને દુતો જતા રહયા, બીજા દિવસે દુતો આવી ને કહે છે કે દોસ્ત તારૂ મૃત્યુ તારી પરણ્યા ની પહેલી રાત્રીએ સર્પ દંશ થી થશે, આટલું બોલતાં દુત રડી પડ્યો, પેલો યુવાન ક્હે છે, ભાઈ તુ કેમ રડે છે?, દુત  ક્હે છે મિત્ર તને કરડવા માટે નૉ સાપ બનવાનો મારો વારો છે,! યુવાન પૂછે છે કે મિત્રો મૃત્યુ થી બચવું હોય તો કઈ રીતે બચી શકાય, દૂતો કહે છે કે ભાઈ મૃત્યુ એ દુનિયા નો અટલ નિયમ છે, વિધાતા નાં લેખ ને કોઈ રોકી ના શકે.! તેમ છતા તૂ લગ્ન નાં કરે તો કદાચ બચી શકાઈ,

આ બાજુ યુવાન નાં લગ્ન ની વાતો ચાલે છે, યુવાન લગ્ન કરવાની નાં ક્હે છે, પરંતુ માની મમતા અને પીતા નાં પ્રેમ આગળ યુવાન ને જૂકવૂ પડે છે, ટૂંકમાં યુવાન નાં લગ્ન થયાં, પરણ્યા ની પહેલી રાત્રિ એ પોતાની દુલ્હન ને મળવા જાય છે, નવોઢા અન્ન નાં થાળ રાંધી ને મેડી ઉપર પોતાના પતી ની આવવાની રાહ જોઈને બેઠી છે,યુવાન અડધો દાદર ચડ્યો, ત્યાં પેલો દૂત સાપ બની ને બેઠો છે, યુવાને આવીને દૂત ને કીધું તુ મને જલ્દી ડંખ મારી ને તારી ફરજ પુરી કર, સાપ ક્હે છે ભાઈ તારા મૃત્યુ ને હજી અડધા કલાક ની વાર છે, હુ તને અત્યારે કરડીશ તો તારે અડધો કલાક દુઃખી થવું પડશે, એનાં કરતા હુ અડધા કલાક પછી તને ડંખ મારૂં જેથી કરીને તારે દુઃખી નાં થવું પડે, આ બન્ને ની વાત પેલી નવોઢા ઉપર નાં ઓરડામાં સાંભળે છે, નવોઢા જાણી ગઇ કે મારો પતી ઓરડા સુધી પહોંચવાનો નથી,,! 

 આ બાજુ ગામનાં પાદરમાં કોઈ ગરીબ મજૂરો આવીને પડેલા છે, અડધી રાત્રિ એ મજૂર ની સ્ત્રી ને પ્રસુતિ ની પીડા ઉપડે છે, બાળકનો જન્મ થયો, પેલી ઔરત પોતાના પતી ને ક્હે છે કે મને જલ્દી ખાવાનું લાવી આપો, મને પેટમા વાઢ ઉપડી છે, તમે જલ્દી ખાવાનું લાવો, નહિતર હુ આ બાળકને ખાઈ જઈશ, પુરૂષ કહે છે કે આ અજાણ્યા ગામમાં અડધી રાત્રી એ મને ખાવાનું કોણ આપશે.? સ્ત્રી આશ્વાસન આપે છે કે તમે જાવ તો ખરાં કોઈ દયાળુ મળી જશે, પુરુષ ઊભી બજારે અડધી રાત્રિ એ પોકાર કરે છે, કે છે કોઈ દયાળુ, છે કોઈ હરિનો લાલ કે મારી ઔરત નું અન્ન થી પેટ ઠારે, આ પોકાર મેડી ઉપર નવોઢા નાં કાને પડે છે, નવોઢા ને થાય છે કે થોડી વારમાં પતી મૃત્યુ પામવાનો છે.

આ અન્ન નાં થાળ આ શણગાર થોડી વાર મા રોળાઇ જવાના છે, સાડી વાટે પેલું અન્ન એ પુરુષ ને આપે છે, પુરુષ પોતાની સ્ત્રી ને આપે, સ્ત્રી નાં પેટનો ખાડો પુરાણો, નાભી માંથી આશિર્વાદ નીકળ્યા કે હે પરમાત્મા મારૂ પેટ ઠારનાર નું પેટ ઠારજો, એનો ચુડેલો અમર રાખજો, એનું સૌભાગ્ય અખંડ રાખજો, આશિર્વાદ નો ધોધ યમરાજા ના ચોપડા મા કંડારાઇ ગયો સાહેબ..! 

 આ બાજુ સમય પુરો થયો સાપ ડંખ મારે છે, પરંતુ યુવાન ને કાઈ થતુ નથી, દૂત અનેક પ્રયાસ કરે છે, છતા યુવાન ને ઝેર ચડતું નથી, દૂત દોડતો  યમરાજ પાસે આવી ને ક્હે છે કે માલીક આપણી કાંઈક ભુલ થાય છે, પેલા યુવાન ને ઝેર ચડતું નથી, અને નથી એનું મૃત્યુ થતુ,! યમરાજ ચોપડો ખોલી ને જુવે છે, દુત ને ક્હે છે તારે માત્ર એક સેકન્ડ નો ફેર પડી ગયો, તારા ડંખ ની પહેલા, ગરીબ બાઈ નાં આશિર્વાદ પહોચી ગયા, તુ કે હુ, હવે એને મારી નહીં શકીએ,,!!

 સાહેબ કોઈની સેવા, કોઈ ભૂખ્યા માણસ નાં આશિર્વાદ અને દુવા શુ નાં કરી શકે.? કોઇના આત્મા ને ઠારવાનું કામ વિધાતા નાં વિધાન ને ખોટા પાડી શકે છે, જીવન મા જ્યારે મોકો મળે ત્યારે કોઈની દુવા લેવાનું ચુંકવૂ નાં જોઈએ, દુવા અને આશિર્વાદ મા બહૂ તાકાત છે સાહેબ, ગમે તેવા  સંકટૉ અને મુસીબતો આશિર્વાદ થી ટળી જાય છે, અને કોઈની બદ દુવા કે કોઇના આત્મા ને બાળવાનું કામ તમારાં ગમે તેવા સુખ કે સામ્રાજ્ય ને ઘડી નાં છઠા ભાગમાં હતાં નહોતા કરી શકે છે, માટે જીવન મા કોઇના દીલ ને બાળશો નહી અને કોઇની બદદુઆ લેતા નહી હમેશા ભલાઈ કરવી અને બીજાનુ ભલુ ચાહવુ ભલાઈ ભલભલા સંકટ ને દુર કરે છે, વિધિના વિધાન અને ઇશ્વર નાં ચોપડા ને પણ ખોટા પાડી શકે છે...!

Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!