આજે આપણે સબરસ વિષે થોડી વાત કરીશું. નાનપણ થી જોતી આવી છું નવાવર્ષ ની વહેલી સવારે એટલે કે દિવાળી ની રાત્રી અથવા એમ કહો કે નવાવર્ષ ની પહેલી પરોઢે ગામમાં, ગલીઓ માં શેરીઓમાં નાની નાની બાળાઓ.., બહેનો એક વાસણ માં મીઠું અથવા નમક (એને સબરસ પણ કહીએ ,ઘણા રામરસ પણ કહે છે.) સાથે લાલ કંકુ હોય એ લઈ ને નીકળે અને જોર જોર થી ઘાટા પડી " શુકન લ્યો શુકન " બુમો પાડે એટલે ઘરમાંથી બહેનો બહાર આવે સાથે બનાવેલો નાસ્તો, મીઠાઈ , અમુક પૈસા આપે બદલામાં થોડું નમક સાથે કંકુ આપે તે લઈ ને મમ્મીઓ ઘરમાં સંગ્રહ કરેલું નમક હોય તેની સાથે આ ભળવી દે.
મને સમજાતું નહિ .. એવું તે કેવું મીઠાનું શુકન ? વડીલો ને પુછીયે તો કહેશે " તને ન ખબર પડે .. તું મોટી થઈશ ત્યારે સમજાશે "
બોલો !!
મોટી તો હું થઈ ગઈ ઘણાએ મને આ રહસ્ય સમજાવ્યુ પણ અસંતોષ રહ્યો એ પછી મેં જાણવાનો પ્રયત્ન ન કર્યો. આજે આ ટોપિક લખવા માટે કેતકીબેને કહ્યું તો મને સબરસ શુ ? જાણવાની ઈચ્છા થઈ Thanks to સબરસ વિષે થોડો અભ્યાસ કર્યો . જે હું સમજી શકી એ આપ સો સાથે શેર કરું છું.
અમાની ઘણી બહેનો આ પૌરાણિક કથા જાણતી હશે .દિવાળી ની શ્રેષ્ઠ તહેવાર હતો . દ્વારિકાનગરી માં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણી હીંચકા પર બેઠા હતા આનંદ ની પળો હતી. રુક્મણી ખુશ મિજાજ માં હતા. અચાનક રુક્ષમણી થી પુછાય ગયું કે " પ્રભુ આપ મને કેટલો પ્રેમ કરો છો "? " હું તમને કેટલી વહાલી લાગુ છું "? અચાનક પૂછેલા પ્રશ્ન થી ભગવાન શ્રી કૃષ્ણ એ એવોજ ઉત્તર આપ્યો " તું મને મીઠા જેટલી વહાલી લાગે છે ". આ સાંભળીને રુક્ષમણીજી રિસાઈ ગયા એમને ખોટું લાગ્યું " બસ મીઠા જેટલીજ મારી કિંમત કરી "? એમનું મોઢું ચડી ગયું મીઠા જેવી શુકસ ચીજવસ્તુ સાથે મારી તુલના કરી.
રિસાઈને હીંચકા પર થી ઉઠી ગયા ને પોતાના મહેલમાં જતા રહ્યા , ભગવાને પ્રેક્ટિકલ પ્રયોગ કરી રુક્ષમણીજી ને સમજાવવા નું નક્કી કર્યું. જાતે રસોડામાં જઇ રુક્ષમણીજી ને ભાવતી રસોઈ બનાવા આદેશ કર્યો. અને કહ્યું કે વ્યાજન માં ક્યાંય મીઠું ન નાખશો . આદેશ મુજબ રસોઈ તૈયાર કરી ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજી સાથે જમવા બેઠા, થાળી પીરસવામાં આવી રુક્ષમણીજી જેવો કોળિયો મોમાં મુક્યો મોઢું બગડી ગયું " આ શું છે? કોણે રસોઈ બનાવી ?" મીઠા વગર ની ગળે કેમ ઉતરે "?
ભગવાન બોલ્યા " રસોઈમાં માત્ર મીઠું જ નથી .. બાકી તો બધું તો બરાબર છેને ?"એમાં શું થઈ ગયું " રુક્ષમણીજી બોલ્યા " મીઠા વગર ની રસોઈ ગળે ન ઉતરે ". ભગવાન બોલ્યા " હા હવે તમે બરાબર સમજ્યા .. હું મીઠા જેટલોજ તમને પ્રેમ કરું છું .અર્થાત મીઠા જેટલા વહાલા છો " .
રુક્ષમણીજી ને પોતાની ભૂલ સમજાઈ પ્રભુ પાસે ક્ષમા માંગી " હવે આવી ભૂલ ક્યારેય નહિ કરું મને માફ કરી દો ". મીઠાનું મહત્વ જેમ મને સાંજવ્યું તેમ આવતીકાલે નુતનવર્ષ ના પવિત્ર દિવસે આપણે નગરવાસીઓ ને મીઠાનીજ ભેટ અપશુ અને મીઠાનું મહત્વ સમજાવશું
ભગવાને કહ્યું " આજથી મીઠાને સૌ સબરસ તરીકે ઓળખાશે .મીઠું શુકનવંતુ ગણાશે .નવાવર્ષ ની શરૂઆત માં સૌપ્રથમ મીઠાની ખરીદી કરશે . બસ ત્યારથી નુતનવર્ષ ના પ્રથમ દિવસે વહેલી સવાર થીજ સો ' સબરસ ' ની ખરીદી કરતા થયા છે.
અવાજ સંભળાય તો જરૂર થી સબરસ લેજો આ પ્રથા ધીરેધીરે લુપ્ત થતી જાય છે જો આપણે આ પ્રથા ચાલું રખશું તો આવનારી પેઢી ને આપણી પરંપરા ને અનુસરશે ખરું ને !! આમ કાઈ ક્ષતિ હોય તો જ્ઞાનિજનો, ગુણીજનો ક્ષમા કરશો.