RTO ના ધક્કા બંધ, એક પણ રુપિયો ખર્ચ કર્યા વિના Driving License મળશે

Online Apply For Driving License: તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માંગો છો અને અરજી કરવા માટે આરટીઓ ઓફિસ ધક્કા ખાવા પડે છે તો હવે તમારે આરટીઓ ઓફિસ જવાની જરૂર નહીં પડે. જી હા તમે ઘર બેઠા જ ઓનલાઇન અરજી કરી Driving License  બનાવી શકો છો.

Online Apply For Driving License 2023


અહીં આપડે ડ્રાઈવિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ માહિતી (How to Apply Driving Licence) જાણીશુ. જેથી તમે ઘર બેઠા લાઈસન્સ માટે અરજી કરી તમારો સમય અને નાણાં બચાવી શકશો. લાયસન્સ મેળવવા માટેની અરજી કરવાની પ્રક્રિયા સરળ છે પરંતુ નોલેજ ના અભાવે આપડે આ કામ ના કરતા તેના માટે પૈસા ખર્ચીએ છીયે.

ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કેવી રીતે કરવી? Online Apply For Driving License

  1. સૌથી પહેલા ઓફિશ્યલ વેબસાઇટે https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do પર જવું.
  2. હવે રાજ્ય પસંદ કરો અને અપ્લાય ફોર લર્નર્સ લાયસન્સ વિકલ્પ પર ક્લિક કરો.
  3. હવે તમારું લર્નર ડ્રાઈવિંગ લાયસન્સનું આધાર કાર્ડ સાથે અરજી પસંદ કરી  ફોર્મ ભરો.
  4. આધાર ઓથેન્ટિકેશન દ્વારા સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને સબમિટ કરો.
  5. આધાર કાર્ડની વિગતો અને મોબાઈલ નંબર એડ કરો અને  જનરેટ OTP પર ક્લિક કરો.
  6. તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP એન્ટર કરો.
  7. નિયમો અને શરતો સ્વીકારો અને ઓથેન્ટિકેશન બટન પર ક્લિક કરો.
  8. લાઇસન્સ ફી પેમેન્ટનો વિકલ્પ પસંદ કરો અને પેમેન્ટ કરો.
  9. ઓનલાઈન ટેસ્ટ માટે સમય અને તારીખ પસંદ કરો.
  10. આપેલ તારીખે ઓનલાઈન ટેસ્ટ આપો.
  11. આ ટેસ્ટ પાસ કરી કન્ફર્મેશન મેળવો.
ઓનલાઇન ટેસ્ટ પાસ થયા પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તારીખ આપવામાં આવશે. આ ટેસ્ટ પાસ કરો એટલે તમારું Driving Licnense થોડા દિવસો માં તમારા ઘરે આવે જશે અને તમે ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો.



આ માહિતી ને આપણા પૂરતી ના રાખતા દરેક સાથે શેયર કરો જેથી દરેક ને મદદરૂપ થઇ શકે..
Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!