Balaji Temple Mystery: તિરૂપતિ બાલાજી મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાનું એક તરીકે જાણીતું છે. આ મંદિરની ખાસિયત છે કે અહી ભક્તો પોતાના માથાના વાળ દાનમાં આપે છે. દુનિયાના કોઈ મંદિરમાં આવું ભાગ્યે જ બન્યું હશે. એવું કહેવાય છે કે તિરૂપતિ બાલાજીમાં વ્યક્તિ જેટલા વાળ દાન કરે છે તેના કરતાં ભગવાન 10 ગણા વાળ પરત કરે છે. આ સાથે જ વાળ દાન કરનાર વ્યક્તિ પર માતા લક્ષ્મીની પણ ખૂબ જ કૃપા થાય છે.
તિરૂપતિ બાલાજી મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે. અહી બાળકો, પુરુષો અને મહિલાઓ પણ પોતાના વાળનું દાન કરે છે. મહિલાઓ ધન પ્રાપ્તિ માટે અનેક વ્રતો પણ કરે છે અને પોતાની ઈચ્છા પૂર્ણ થતાં પોતાના લાંબા વાળનું દાન કરે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ તિરૂપતિ બાલાજીમાં પોતાના વાળ દાન કરે છે તે આ સ્થાન પર પોતાના વાળના રૂપમાં પાપ અને જે કઈ અશુભ છે તેને છોડી જાય છે. અને તેથી ભગવાન ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. ત્યાં 20 હજાર જેટલા લોકો રોજ પોતાના વાળનું દાન કરે છે ત્યાં 500 થી પણ વધારે નાઇઓ બેઠેલા હોય છે, જેમની પાસે મુંડન કરાવી શકાય છે.
દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં ભગવાન બાલાજીની મૂર્તિ પર અસંખ્ય કિડીઓ ચડી હતી. દરરોજ એક ગાય એ પર્વત પર આવતી અને દૂધ આપીને જતી રહેતી હતી. જ્યારે ગાયના માલિકને આ વાતની જાણ થઈ તો તેણે ગુસ્સામાં આવીને ગાયને કુહાડીથી મારી નાખી.
ગાય પર આ હુમલો કરવામાં આવ્યો ત્યારે તે દરમ્યાન બાલાજીને માથામાં પણ ઈજા થઈ. તેની સાથે જ તેમના માથાના વાળ પણ ખરી પડયા હતા. ત્યારે ભગવાન બાલાજીની માતા નીલા દેવીએ તેમના પોતાના વાળ કાપીને બાલાજીના માથા પર મૂક્યા. આ રીતે ભગવાનના માથા પરનો ઘા સંપૂર્ણપણે રુજાઈ ગયો.
તેથી પ્રસન્ન થઈને ભગવાને તેને કહ્યું કે વાળ તો શરીરની શોભા છે તેનાથી જ શરીર સુંદર લાગે છે. અને તે મારા માટે તે બલિદાન આપી દીધા. આજથી જે કોઈ મારા દ્વારે પોતાના વાળનું બલિદાન આપશે તેની દરેક મનોકામના હું પૂર્ણ કરીશ. અને ત્યારથી ભક્તો, પોતાના વાળનું ત્યાં દાન કરે છે. આ મંદિરની નજીક નિલાદરી ટેકરીઓ છે, જેના પર નીલા દેવીનું મંદિર પણ આવેલું છે. તો દોસ્તો, હવે આપણે જોઈએ કે આ હજારોની સંખ્યામાં ભક્તોએ કરેલા વાળના દાનનું ત્યાં શું કરવામાં આવે છે. ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાળ એકઠા થાય છે તે વાળને આપણા સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી ખરીદે છે. આ વાત સાંભળીને તમને એવો વિચાર આવતો હશે કે એ આ વાળનું શું કરે છે. તો જાણો નીતિન ગડકરીના કહેવા અનુસાર વર્ધના મહાત્મા ગાંધી વિજ્ઞાન સંસ્થાએ શોધ કરીને આ કપાયેલા વાળમાંથી એમીનો એસિડ બનાવ્યો.
આ એસિડનો તેઓએ ખેતીમાં ઉપયોગ કરાવ્યો તેનાથી પાકમાં ઘણો જ ફાયદો થયો. નીતિન ગડકરીએ ખેડૂતોને ફાયદો થાય તે માટે એક પ્લાન્ટ બનાવીને તે વાળનો પણ સદુપયોગ થાય અને ખેતીમાં પણ અઢળક ઉપજ મેળવી શકાય. તેવું વિચાર્યું.
આ વાત પર નીતિનભાઈનું કહેવાનું એવું છે કે એમીનો એસિડની 1 બોટલની કિંમત 900 રૂપિયા હોય છે, પરંતુ આ એમીનો એસિડ મંદિરના દાન માંથી બને છે તો તેની કિંમત ભારતમાં 1 બોટલ રૂપિયા 300માં વહેચવામાં આવે છે. દુબઈ જેવા દેશને પણ આપણે એમીનો એસિડ સપ્લાય કરીએ છીએ. દોસ્તો, મંદિરમાં આ દાનમાંથી ભારત સરકારને એક વર્ષમાં 15 થી 16 કરોડનો ફાયદો થાય છે.
આ ઉપરાંત તમને લોકોને જણાવીએ કે ભારતના લોકોના વાળ ખૂબ જ કિંમતી હોય છે. ભારતીય લોકોના વાળ છે તે એકદમ વર્જીન હેર હોય છે. આ વાળમાં કેરોટીનનું વિશેષ પ્રમાણ હોય છે. આ ખાસ વાળમાંથી અનેક પ્રકારના કેમિકલ્સ બનાવવામાં આવે છે. અને તે કેમિકલના વેચાણથી લાખો અને કરોડોની કમાણી કરાય છે.