સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

Drinking Water In Morning: જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારા શરીરમાં સૌથી વધારે જરૂરીયાત પાણીની હોય છે. માટે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે બે થી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ. સવારમાં ઉઠીને પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે. સવારે ખાલી પેટે પાણી પીવાની આદત તમને સ્વસ્થ અને સુંદર બનાવશે. તો ચાલો જાણીને સવારે ખાલી પેટે પાણી પીવાના ફાયદાઓ.

વજન ઘટાડે છે

જો તમે વધારે પડતા વજન અને મોટાપથી પરેશાન છો તો તમે સવારે ઉઠીને તમે એકસરસાઈઝ કરો છો, જીમ કરી રહ્યા છો તેમ છતાં પણ તમારા પેટની ચરબી નથી ઘટતી. તો એક વાર માત્ર નિયમિત રોજે સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણીનું સેવન કરશો તો તમને થોડા જ દિવસમાં ચરબીમાં ફરક દેખાશે.

શરીરની ગંદકી બહાર કાઢે છે

સવારમાં તમે ઉઠીને તરત જ એક ગ્લાસ કે આવશ્યક માત્રામાં પાણી પીવો છો તો તમારા શરીરમાં રહેલા બધા જ વિષેલ તત્વો તેમજ શરીરમાં રહેલી ગંદકી હોય છે તે મૂત્ર માર્ગ દ્વારા અથવા મળ ત્યાગ દરમિયાન શરીરની બહાર નીકળી જાય છે.

રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે

જો તમે સવારે ખાલી પેટ પાણી પીવો છો તો તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે જેનાથી શરીરમાં બહારથી જે કીટાણું અટેક કરે છે તેની સામે લડવાની તાકાત મળે છે. આપણી સારી રોગપ્રતિકારક શક્તિ હોવાના કારણે તે કીટાણુ હાનિ નથી પહોંચાડી શકતા.

શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખે છે

જો તમે સવારે ઉઠીને એક ગ્લાસ અથવા તો પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરો છો તમારા શરીરનું તાપમાન એકદમ સારું રહે છે.  તેનાથી આપણા શરીરમાં નાની મોટી બીમારી લાગતી નથી. 

લોહી શુદ્ધ કરે છે

લોહીને શુદ્ધ કરવા માટે પાણી ખુબ જ જરૂરી છે. જ્યારે લોહી શુદ્ધ થાય છે ત્યારે નવી કોશિકાઓ અને માંસપેશીઓનું નિર્માણ થાય છે. એવામાં સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવાની આદત લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

ત્વચા ગ્લો કરે છે

જો તમે સવારે ઉઠીને પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરો છો તો તમારા શરીરને પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન મળે છે જેના કારણે શરીરની ત્વચા ફ્રેશ એટલે કે તરોતાજા રહે છે જેના કારણે ત્વચા ગ્લો કરે છે. આ ઉપરાંત તમે સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવો છો તેમજ સમય સમય પર જરૂરિયાત પ્રમાણે પાણી પીવો છો તો ત્વચામાં તાજગી રહે છે કારણ કે પરસેવાના કારણે હાનીકારક તત્વો ત્વચામાંથી બહાર નીકળી જાય છે જેથી ત્વચાની ગંદકી સાફ થઇ જાય છે.

તમને જણાવી દઈએ કે એક જાપાની સોસાયટી અનુસાર જો તમે સવારે ઉઠીને પાણી પીવો છો તો ડાયાબીટીશ,કબજિયાત ,કેન્સર,માથાનો દુઃખાવો, હૃદય સંબંધી બીમારી,ડાયરિયા,પાઈલ્સ,કીડની અને યુરીન સંબંધી બીમારી, વોમેટીંગ,ગેસ,અસ્થમા, મોટાપો,ટીબી વગેરે જેવી બીમારીઓથી બચી શકો છો. 

પેટની સમસ્યા દુર કરે છે

તમને પણ પેટની સમસ્યા છે એટલે કે પેટ ખરાબ રહે છે અથવા તો પેટમાં ગેસ,એસીડીટી,કબજિયાત અને અપચો જેવી સમસ્યા થાય છે. એવામાં તમારે રોજ સવારે ઉઠીને પર્યાપ્ત માત્રામાં 1 થી 2 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટ સંબંધી દરેક સમસ્યા દુર થઇ જશે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!