ટાલ પડવાનું સૌથી મોટું કારણ પેઢી દર પેઢી આનુવંશિક હોઈ શકે છે. એક ડોક્ટર એક વીડિયોમાં સમજાવે છે કે પુરુષ પેટર્નની ટાલ પડવી પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થતી હોય છે. જેનું સૌથી મોટું કારણ એન્ડ્રોજન હોર્મોન હોય છે, જે પુરુષોમાં જોવા મળતું હોય છે. જે પુરુષના વાળ ખરવા પાછળનું કારણ બને છે.
ડોક્ટર કહે છે કે, એવું નથી કે આ પ્રકારની ટાલના દર્દીઓના વાળ અચાનકથી ખરવા લાગે છે. હકીકતમાં તેમના વાળ ધીમે ધીમે પાતળા થવા લાગે છે અને જ્યારે આ વાળ પાતળા થાય છે ત્યારે તે વિસ્તારમાં તે વાર ખરવા લાગે છે અને ધીમે ધીમે ત્યાંથી તે અદ્રશ્ય થઈ જાય છે, જેના લીધે ત્યાં ટાલ દેખાવા લાગે છે.
હકીકતમાં આ પ્રકારની ટાલ વ્યક્તિના માથાના આગળના ભાગમાં સૌથી વધારે જોવા મળતી હોય છે. હવે તમે વિચારતા હશો કે શું સ્ત્રીઓને પણ આ પ્રકારની સમસ્યા હોઈ શકે છે? તો ડોક્ટર કહે છે કે મહિલાઓને પણ આ રોગ થઈ શકે છે.
પરંતુ પુરુષોની સરખામણીમાં મહિલાઓના આગળના ભાગમાં વાળ વધારે પ્રમાણમાં હોય છે, જેના કારણે તેમની ટાલ દેખાતી નથી અને તેમના વચ્ચેના વાળ ધીમે ધીમે પાતળા થઈને ખરવા લાગે છે.
કોઈપણ પ્રકારના પુરુષને આ પ્રકારની ટાલ પડવાના મુખ્ય ત્રણ લક્ષણો હોઈ શકે છે. જેમાં સૌથી પહેલા વાળનું માળખું ઘટવા લાગે છે.
આ સિવાય કોઈ જગ્યાએથી વાળ અચાનક સરકવા લાગે છે અને ધીમે ધીમે તે V આકારના બનવાનું શરૂ કરે છે અને રતા અચાનક ટાલ દેખાય છે.
આ સિવાય માથાના મધ્યની ભાગમાં વાળ અચાનક પાતળા થાય છે અને વાર પાતળા થવાને કારણે તે ખરવા લાગે છે અને વાળ ન હોવાને લીધે ટાલ દેખાય છે.
અમેરિકન એકેડેમી ઓફ ડમરેટોલોજીના રિપોર્ટ પ્રમાણે આ પ્રકારના વાળ ખરવાથી વ્યક્તિ કંટાળી જાય છે પરંતુ તેની એક સારવાર છે. જો તે આ પ્રકારની સારવાર તાત્કાલિક શરૂ કરી દે છે તો તેમને ઘણા અંશ સુધી ફાયદો થઈ શકે છે.