કિડનીના ખૂણે ખૂણામાં રહેલી ગંદકી વગર દવાએ એક 1 દિવસમાં જ કરી દેશે સાફ,

આજે અમે એક એવા પીણા વિશે વાત કરીશું જે તમારા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. આ પીણું ખૂબ જ સરળતાથી કિડનીની તમામ ગંદકીને બહાર કાઢવામાં અત્યંત અસરકારક છે. અને ખૂબ જ સરળતાથી તમારી કિડનીને ડીટોક્ષિફાઈ કરી દેશે. તેની સાથે જ આ ડ્રિન્ક ઘણી બધી બીમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ થાય છે.

આજે અમે જે ડ્રિન્ક વિશે જણાવશું તે છે ઔષધીય ગુણોથી ભરપૂર કોથમીરનું. મિત્રો તમે જાણો છો કિડની આપણા શરીરનું મુખ્ય આંતરિક અંગ છે અને તે ખૂબ જ સરસ ફિલ્ટરનું કામ કરે છે.

કિડનીને ફિલ્ટર કહેવા પાછળનું કારણ એ છે કે, તે આપણા શરીરમાં ભ્રમણ કરતા લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે એટલે કે સાફ કરવાનું કામ કરે છે. તેથી આ ફિલ્ટરને પણ સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો આપણું આ ફિલ્ટર ખરાબ થઈ જાય તો આપણે અનેક પ્રકારની બીમારીઓની ઝપટમાં આવી શકીએ છીએ. અને આપણું શરીર રોગોનું ઘર બની જાય છે. તેથી જો સ્વસ્થ રહેવું હોય તો આપણી કિડનીની સફાઈ પણ અતિ આવશ્યક છે,જેથી કરીને તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

આપણે કિડનીની સફાઈ કરવી જોઈએ. તેના માટે આ કોથમીરનું ડ્રિંક ખૂબ જ અસરકારક છે.જે આપણા શરીર ની કિડનીમાં રહેલા વિષયલા તત્વોને બહાર કાઢે છે. જેથી કરીને આપણા શરીરને થાક નો અહેસાસ નથી થતો અને આપણું શરીર ઉર્જાવાન રહે છે.

લીલી કોથમીર અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. કોથમીરમાં વિટામીન c અને a ભરપૂર પ્રમાણમાં હાજર હોય છે. તેની સાથે જ તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિઓક્સિડન્ટ જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.

કિડની ની સફાઈ ખૂબ જ જરૂરી હોય છે. જો આપણે કંઈ પણ ભોજન કર્યું હોય ત્યારબાદ તુરંત જ પેટમાં અથવા તો પીઠના ભાગમાં દુખાવો થવા લાગે કે આપણું વજન સતત વધતું હોય, સ્કીન પર ખંજવાળ આવી કે સ્ક્રેચીસ પડવા, મૂત્રાશયમાં તકલીફ થવી એટલે કે કોઈને પેશાબ વધારે થવો અથવા કોઈને ઓછો થવો, આ પ્રકારના લક્ષણો જોવા મળે તો આપણે સમજી જવું જોઈએ કે કિડની સફાઈ કરવી જરૂરી છે.

કોથમીર નું ડ્રીંક કેવી રીતે બનાવાય:

🍀1 લીલી કોથમીરની પુળી,

🥛 1 લીટર શુદ્ધ પાણી.

💁‍♂️ કોથમીરનું ડ્રિંક બનાવવાની રીત.

સૌપ્રથમ લીલી કોથમીર ને ખૂબ જ સરસ રીતે ચોખા પાણીથી ધોઈને સાફ કરી લો. ત્યારબાદ તેને ઝીણી ઝીણી કાપી લો. હવે એક લીટર પાણીમાં સાફ કરેલી અને કાપેલી કોથમીર નાખો અને તેને ખુબ જ ઉકાળો. જ્યારે તે ખુબ જ સારસ રીતે ઉકળી જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને ઠંડુ થવા દો.

હવે કોથમીર નો ડ્રીંક તૈયાર છે. આને આપણે નિયમિત રૂપે ખાલી પેટે સેવન કરવાનું છે. એ વાતનું ધ્યાન રાખવું કે આ ડ્રિન્કને દરરોજ તાજુ જ બનાવવું. પાછલા દિવસના વધેલા ડ્રીંકનું સેવન ન કરવું જોઈએ.

જો તમે ઈચ્છો તો તેમાં થોડો અજમો પણ નાખી શકો છો, જેના કારણે આ ડ્રિંક ખૂબ જ હેલ્ધી બને છે. આનાથી પરિણામ પણ ખૂબ જ સારું મળે છે.

આ ઉપચાર દરરોજ કર્યા બાદ તમે પેશાબ વાટે મીઠું અને બીજી અનેક અશુદ્ધિઓ કિડની માંથી બહાર આવતી જોઈ શકશો. સાથે જ તેનો તફાવત પણ જાણી શકશો.

આ ડ્રિન્ક કિડની માટે શ્રેષ્ઠ ડિટોક્સીફાઈનું કામ કરે છે અને આ એકદમ કુદરતી હોવાથી કોઈપણ પ્રકારની આડ અસર પણ નથી થતી તથા દવાના ખર્ચાથી પણ બચી જવાય છે. કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને તમારી કિડની સ્વચ્છ રાખો.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!