રીંગણાંનું શાક ખાવાના શોખીન હો તો આટલી સમસ્યામાં ભૂલથી પણ ન ખાતા, નહિ તો જીવ મુકાય જશે જોખમમાં

આ રોગોમાં ભૂલથી પણ ન કરો રીંગણાંનું સેવન: સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો, રીંગણ એક ફાયદાકારક શાકભાજી છે અને રીંગણાંનો ઉપયોગ કેટલીક રીતે વાનગીઓ બનાવવામાં થાય છે. જેમ કે, બટેટા અને રીંગણાંની શાકભાજી, રીંગણાંનો ઓળો અને રીંગણાંના પકોડા, આ રીતે કેટલીક પ્રકારના રીંગણાંથી આપણે વ્યંજનો બનાવીએ છીએ. રીંગણાં ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે, તે એટલા જ કેટલાક લોકો માટે ખતરનાક હોય શકે છે.

લોહીની ખામી: જે પણ લોકોને લોહીની ખામી હોય અથવા તો, જે સમય-સમય પર બ્લડ ડોનેટ કરે છે, તે લોકોએ ભૂલીથી પણ રીંગણાંનું સેવન ન કરવું જોઈએ. તે તેના માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તે લોહીને બનવા દેતા નથી અને કેટલીક પ્રકારની સમસ્યા થઈ શકે છે.

પથરીની સમસ્યામા:

આજની વ્યસ્તતા ભરેલી જીવનશૈલીમાં પથરીની સમસ્યા વધારે જોવા મળે છે. કિડની સ્ટોન એટલે કે પથરીના પથ્થરનો દુઃખાવો અસહ્ય હોય છે. કિડનીની પથરીનું સૌથી મોટું કારણ આપણું ખોટું ખાન-પાન હોય શકે છે અથવા તો ઓછું પાણી પીવાની આદત પણ હોય શકે છે

પથરીની સમસ્યા થવા પર તમે તમારા ખાન-પાનમાં રીંગણાંનું સેવન કરવાનું બંધ કરી દો. રીંગણાંમાં ઓક્સલેટ વધારે માત્રામાં હોય છે, જે પથરીની સમસ્યામાં વધારે ખતરનાક સાબિત થઈ શકે છે અને જો તમે સ્વસ્થ છો, તો રીંગણાંનું સેવન કરતાં પહેલા તેના બીજને દૂર કરી દો.

બવાસીર અને નસકોરી:

જી હા મિત્રો, લોહીયાળ બવાસીર અને હેમરેજ જેવી સમસ્યાથી પીડિત લોકો માટે, રીંગણાં ઝેરથી ઓછા નથી અને જે પણ લોકો રીંગણાંનું વધારે માત્રામાં સેવન કરે છે, તેને બવાસીર અને હેમરેજ જેવી સમસ્યા થઈ શકે છે. 

તેનાથી તમારી બવાસીર સમસ્યામાં વધારે માત્રામાં લોહી વહેવા લાગે છે, જે તમારા માટે જોખમી થઈ શકે છે. તેથી જ, બવાસીર અને હેમરેજ જેવી સમસ્યામાં રીંગણાંને ભૂલથી પણ ન ખાવા જોઈએ.

એલર્જી: જો તમને શરીરમાં ગરમીનો અનુભવ થાય છે અથવા કોઈ પણ પ્રકારની એલર્જી છે, તો તેવામાં તમારે રીંગણાંનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ.

આવી સ્થિતિમાં જો તમે રીંગણાંનું સેવન કરો છો, તો તે તમારા માટે જોખમી થઈ શકે છે. જે તમારી એલર્જીમાં વધારે વૃદ્ધી કરે છે. આ સિવાય પેટમાં ગેસ અથવા કબજિયાત જેવી સમસ્યામાં પણ રીંગણાંનું સેવન ન કરવું જોઈએ.

ડિપ્રેશન: જો તમે લગાતાર ડિપ્રેશનની દવા લઈ રહ્યા છો, તો તમે રીંગણાંને તમારાથી દૂર જ રાખજો. આવા સમયે જો તમે રીંગણાં અથવા તો રીંગણાંથી બનાવેલ કોઈ પણ ડિશનું સેવન કરો છો, તો તમારા શરીરમાં દવાની અસર ઓછી થવા લાગશે.

(નોંધ: ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!