2 મહિનામાં શહેરના 193 વાહન ચાલકોના આરટીઓએ ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ કર્યા

  •  ટ્રાફિક વિભાગ દ્વારા કુલ 274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા આરટીઓમાં દરખાસ્ત કરાઇ હતી.
  • રોગંસાઇડ અને ઓવર સ્પીડીંગ ડ્રાઇવીંગ કરતા વાહન ચાલકો સામે ટ્રાફિક વિભાગની લાલ આંખ
  • હવે શહેરમાં આડેધડ વાહન ચલાવતા ચેતજો જો ટ્રાફિક કર્મચારીના હાથે ઝડપાયા તો લાયસન્સ રદ્દ થઇ શકે છે.
driving-licence-suspended-by-vadodara-rto

શહેર ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકની સમસ્યાઓના નિવારણ માટે ટ્રાફિકના જુદા જુદા નિયમોનુ નિયમન કરવાવા માટે વાહન ચાલકોને ટ્રાફિક જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં કેટલાક વાહન ચાલકો ટ્રાફિક નિયમોનુ ભંગ કરતા નજરે પડ્યાં છે. ટ્રાફિક નિયમોનુ ભંગ કરી રોંગ સાઇડ અને ઓવર સ્પીડમાં વાહન હંકાવનાર કુલ 274  વાહન ચાલોકના લાયસન્સ રદ્દ કરવા માટે ટ્રાફિક વિભાગે આરટીઓને દરખાસ્ત કરી હતી. જેના પગલે આરટીઓ દ્વારા આ તમામને સાંભળવામાં આવ્યાં હતા. જેમાંથી કુલ 193 વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યાં છે.

શહેરના રાજમાર્ગો પર રોંગ સાઇડ અને ઓવર સ્પીડમાં ભયજનક સ્થિતીમાં વાહન હંકારતા ચાલકો સામે ટ્રાફિક વિભાગે લાલ આંખ દાખવી છે, ત્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ટ્રાફિક વિભાગ દ્વારા ઝૂંબેશ શરુ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને રોંગ સાઇડ અને ઓવર સ્પીડ જોખમી રીતે વાહન ચલાવનારને ટ્રાફિક વિભાગ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 274 જેટલા વાહન ચાલકો રોંગ સાઇડ અને ઓવર સ્પીડમાં વાહન હંકારતા ટ્રાફિક કર્મચારીઓ હાથે ચઢ્યાં હતા.

જેના પગલે ટ્રાફિક વિભાગ દ્વારા આ તમામ વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટે આરટીઓને દરખાસ્ત કરી હતી. જેથી આરટીઓ દ્વારા આ તમામ વાહન ચાલકોને સાંભળવામા આવ્યાં હતા. તથા અગાઉ ટ્રાફિક નિયમના ભંગના ગુના પકડાયેલા છે કે કેમ તે અંગેની ખાતરી કરતા કુલ 193 વાહન ચાલકોના આરટીઓએ લાયસન્સ રદ્દ કર્યા છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!