ઉત્તર બંગાલમાં જોવા મળતી દુલર્ભ પ્રજાતિનો સાંપ પાદરાના લક્ષ્મીપુરા ગામમાં દેખાતા રેસ્કયૂ કરાયો

  •  પાદરા રોડ પરના લક્ષ્મીપુરા ગામના એક મકાનમાં સાંપ હોવાનો કોલ મળતા તેને રેસ્કયુ કરાયો હતો.
  • 1854માં આ પ્રજાતીના સાંપને શોધવામાં આવ્યો હતો.
  • આ પ્રજાતિના સાંપ ભારતમાં અલગ અલગ સમયગાળમાં જોવા મળે છે.
  • દુલર્ભ પ્રજાતિમાં આવનાર આ સાંપને “શ્યામશિર સાપ” પણ કહેવામાં આવે છે.
  • વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા આ સાંપને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપી દેવામાં આવ્યો.

શહેરના વાઇલ્ટ લાઇફ રેસ્ક્યુ ટ્ર્સ્ટના પ્રમુખ અરવિંદભાઇ પરમારને કોલ મળ્યો હતો કે પાદરા રોડ પર આવેલા લક્ષ્મીપુરા ગામમાં રહેતા જ્યંતિભાઇ માળીના મકાનમાં સાંપ ઘુસી ગયો છે. જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ભરતભાઇને તાત્કાલીક લક્ષ્મીપુરા ગામ ખાતે મોકલી આપ્યાં હતા. ગામમાં પહોંચી તેમને સાંપને રેસ્ક્યુ કરતા જાણવા મળ્યું કે આ સાંપ તો દુલર્ભ થતી પ્રજાતી શ્માશિર સાંપ છે અને જે બિનઝેરી છે.

આ સાપનુ અંગ્રેજી નામ ડ્યુમીરીલ્લસ બ્લેક હેડેડ સ્નેક છે અને વૈજ્ઞાનિક નામ TANTILLA MELANOCEPHALA છે.  આ સાંપ ભાગ્યેજ જોવા મળે છે. આ પ્રજાતિના સાંપ સૌથી વધુ ઉત્તર બંગાલમાં જોવા મળે છે. આ પ્રજાતિના સાંપને 1854માં શોધવામાં આવ્યો હતો. સમગ્ર ભારતમાં અલગ અલગ સમયગાળ દરમિયાન જોવા મળે છે. ફેબ્રુઆરીથી જૂન અને ઓગષ્ટથી ડિસેમ્બર સુધીમાં આ સાંપ જોવા મળતો હોય છે. આ સાંપ 5થી વધારે ઇંડા આપતી પ્રજાતિનો છે. જેનો ખોરાક નાની ગરોળી, નાના દેડકા, નાના જીવજંતુઓ છે. આ સાપની મહત્તમ લંબાઇ 18 ઇંચ (આશરે 1.5થી 2 ફુટ) સુધીનો હોય છે. આ સાપ જળ પ્લાવિત વિસ્તાર, ઊકરડા તેમજ ઘાસ હોય તેવી જગ્યામાં વધુ જોવા મળે છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!