તરસાલી બાયપાસ પર કાર ચાલકે મોપેડ સવાર યુવકને અડફેટે લેતા 25 ફુટ હવામાં ફંગોળાયો

  •  વહેલી સવારે યુવક મોપેડ લઇને લીજેન્ડ હોટલ નજીક ગોલ્ડ સીટી પાસેથી પસાર થઇ રહ્યો હતો.
  • સામેથી આવતી કારે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
  • ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો.


તરસાલી બાયપાસ પર આવેલી લીજેન્ડ હોટલ નજીક ગોલ્ડ સિટી પાસે આજે પરોઢો મોપેડ સાવર યુવકને કાર ચાલકે અડફેટે લેતા 20થી 25 ફુટ હવામાં ફંગોળાયો હતો. હવામાં ફંગોળાયેલા યુવકને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ મકરપુરા પોલીસને કરાતા તેઓ તાત્કાલીક દોડી આવ્યાં હતા. જોકે અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની ઓળખમાં 3થી 4 કલાકનો સમય વિતી જતાં ઓળખ થયાં બાદ તેનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં લવાયો હતો.

બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તરસાલી વિસ્તારમાં આવેલા રવિપાર્ક પાસેની પંચવટી સોસા.માં ભાવેશ પરમાર તેની પત્ની અને બાળકી સાથે રહેતો હતો. ગત રોજ ભાવેશ ઘરે એકલો હોવાથી સવારે 4-30 વાગ્યાના અરસામાં તરસાલી બાયપાસ પર આવેલી લીજેન્ડ હોટલ નજીક સિટી ગોલ્ડ પાસેથી મોપેડ લઇને પસાર થઇ રહ્યો હતો. ત્યારે પુરપાટ ઝડપે સામે તરફથી આવતી સફદે રંગની કારના ચાલકે મોપેડ પર સવાર ભાવેશને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

કાર ચાલકે મોપેડ સવાર યુવકને અડફેટે લેતા તે 20થી 25 ફુટ દુર હવામાં ફંગોળાઇ ધડાકાભેર નિચે પટકાયો હતો. જેથી તેને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ મકરપુરા પોલીસને થતાં તેઓ તાત્કાલીક આવી પહોંચ્યાં હતા. અકસ્માતમાં મૃતયુ પામેલા યુવકના મૃતદેહનો પોલીસે કબજો મેળવી કાર ચાલકની તપાસ હાથ ધરી હતી.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!