ગુગલ “બોલો” ભારતીય બાળકોને હિન્દી અને અંગ્રેજી વાચવાનું શીખવતી એપ લોન્ચ.

  • “બોલો” એપમાં હિન્દીની 50 જેટલી વાર્તાઓ છે જ્યારે અંગ્રેજીની 40 વાર્તાઓ.
  • રિડીંગ બડી “દીયા” બાળકોને વાંચવામાં મદદરૂપ થશે.
  • ઉત્તર પ્રદેશના 200 ગામોમાં ટેસ્ટિંગ કર્યા બાદ તા. 7 માર્ચના ભારતમાં “બોલો” એપ લોન્ચ કરાઈ.
  • “બોલો” ઓફલાઈન હોઈ તેના ઉપયોગ માટે ઇન્ટરનેટની જરૂર રહેતી નથી.

ભારતના બાળકો હિન્દી અને અંગ્રેજી સરખી રીતે વાંચતા શીખે તે માટે ગુગલે “બોલો” એપનું તા. 7 માર્ચના રોજ લોન્ચિંગ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉત્તર પ્રદેશના 200 જેટલાં ગામોમાં આ એપનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

ગુગલે ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખી શાળા વયના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલી “બોલો” એપ અંગે જાણવા મળતી માહિતી એવી છે કે, “બોલો” એપ ગુગલની સ્પિચ રિકગ્નાઈઝેશન અને ટેક્સ્ટ – ટુ – સ્પિચ ટેક્નોલોજીની મદદથી બાળકોને હિન્દી અને અંગ્રેજી બોલતા શિખવે છે. આ એપમાં “દીયા” નામની રિડિંગ બડી છે જે બાળકોની મદદ કરે છે. “બોલો” એપમાં હિન્દીમાં 50 અને અંગ્રેજીની 40 જેટલી વાર્તાઓ હાલ સમાવવામાં આવી છે. ભવિષ્યમાં અન્ય સંસ્થાઓ સાથે જોડાણ કરી આ સંગ્રહને વિસ્તૃત કરવાનું આયોજન છે.

રિડિંગ બડી “દીયા” બાળકને મોટા અવાજે વાંચવા માટે પ્રોત્સાહીત કરે છે અને ખોટા ઉચ્ચારણને સુધારે છે. જેમ જેમ બાળક વાંચે છે તેમ તેમ દિયા સાંભળીને પ્રતિસાદ આપવા સાથે પ્રતિક્રિયા આપે છે. દીયા શબ્દ વાંચીને બાળકને તેનો અંગ્રેજી અર્થ પણ સમજાવી શકે છે. આ ઉપરાંત બાળક જેમ જેમ “બોલો” એપનો ઉપયોગ કરતો જાય તેમ તેમ તેની સામે વર્ડ્સ ગેમ આવે છે અને તેના માટેના પુરસ્કારો અને બેજીસ પણ આપવામાં આવે છે.

મહત્વની વાત એવી છે કે આ એપ્લિકેશન ઓફલાઈન કામ કરે છે. તેથી એકવાર ડાઉનલોડ કર્યા બાદ તેના ઉપયોગ માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર રહેતી નથી.

ગુગલના સત્તાવાર નિવેદન અનુસાર, ઉત્તરપ્રદેશના 200 જેટલાં ગામોમાં “બોલો”નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અને તેમાં જાણવા મળ્યું કે 3 મહિનામાં 64 ટકા બાળકોના રિડિંગમાં સારો એવો સુધારો જોવા મળ્યો હતો. ટેસ્ટિંગ માટે 920 બાળકોને એપનો ઉપયોગ કરાવાયો હતો જ્યારે 600 બાળકોના ગ્રૂપને એપ વગર ટેસ્ટ કરાયો હતો.

એ.એસ.ઈ.આર. એનજીઓ દ્વારા કરાયેલા 2014માં કરાયેલા સર્વે અનુસાર, ભારતમાં નિરક્ષરતા એક મહત્વનો પ્રશ્ન છે. ભારતની કુલ વસ્તીમાંથી માત્ર 74 ટકા જ વાંચી શકે છે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ધોરણ 5ના બાળકો બીજા ધોરણના પાઠ્યપુસ્તકો પણ વાંચી શકતા નથી. અને અત્યાર સુધી આ પરિસ્થિતિમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી. તેવા એ.એસ.ઈ.આર.ના નવા રિપોર્ટમાં જણાવાયું છે.

ગુગલે ભારતની સાક્ષરતાના દરને સુધારવામાં રસ લીધો અને તેના ભાગરૂપે “બોલો” એપ તૈયાર કરવામાં આવી છે. તા. 7 માર્ચના રોજ “બોલો” એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ગુગલ એપસ્ટોરમાં આ એપ્લિકેશન ઉપલબ્ધ છે. અને આ એપ્લિકેશન એન્ડ્રોઈડ 4.4 (કિટ કેટ) અને તેનાથી ઉંચી શ્રેણીના સ્માર્ટફોનમાં કામ કરે છે. હાલના તબક્કે બાળકને હિન્દી બોલતાં શિખવવા માટે આ એપ શ્રેષ્ઠ હોવાનુ કહેવામાં આવે છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!