બાબા બેડેકરના સન્માનમાં 11 કલાકારોનું પેઇન્ટિંગ અને સ્કલ્પચરનું એક્ઝિબિશન

પી.એન. ગાડગીલ આર્ટ ગેલેરી, જેતલપુર રોડ ખાતે 30 જુલાઈ સુધી એક્ઝિબિશન ખુલ્લું રહેશે.

શ્રીજીનું એબ્સ્ટ્રક્ટ પેઇન્ટિંગ, છાણા પર કરાયેલું પેઇન્ટિંગ સહિતની આકર્ષક કૃતિઓનું એક્ઝિબિશન.

બાબા બેડેકરના સન્માનમાં 11 કલાકારોના પેઈન્ટિંગ્સ અને સ્કલ્પચરનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. જેતલપુર રોડ પર સ્થિત પી.એન.ગાડગીલ આર્ટ ગેલેરી ખાતે તા. 30મી જુલાઈ સુધી રોજ સવારે 11 થી સાંજે 8 વાગ્યા દરમિયાન જાહેર જનતા એક્ઝિબિશન નિહાળી શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રીજીનું વિશાળ એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટિંગ, છાણા પર કરાયેલું પેઇન્ટિંગ તેમજ સ્કલ્પચર મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જમાવી રહ્યા છે.

આર્ટીસ્ટ શૈલેષ યશવંતભાઈ પટેલે અવર વડોદરાને જણાવ્યું હતું કે, બાબા બેડેકરના સન્માનમાં મમતાબહેન પટેલ, યશવંતભાઈ પટેલ, રાજેન્દ્ર દિન્ડોરકર, નગીન વણઝારા, કમલેશ ચાવડા, યાકૃતિ પટેલ, પ્રતિક મિસ્ત્રી, પવન શુક્લા, નેહા બેડેકર પટેલ, કિર્તન પટેલ અને હું એક કુલ 11 કલાકારોએ તા. 21 થી 30 જુલાઈ દરમિયાન પેઇન્ટિંગ અને સ્કલ્પચરનું એક્ઝિબિશન યોજ્યું છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!