પોલીસનો પ્રેમ પામી રહેલા માસૂમ બાળકને એટલી જ ખબર છે, પપ્પાએ એવું કંઈ કર્યું છે કે જેલમાં જવું પડે

  •  જાન્યુઆરી 2018માં ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસે ગર્ભવતિ પત્નીની પતિએ હત્યા કરી હતી.
  • માતાની હત્યા થઇ પિતાની પોલીસે ધરપકડ કરી, 8 વર્ષના માસૂમને સગા સબંધીઓ રાખી શકે તેવી તેમની આર્થિક પરિસ્થિતી નથી.
  • ACP- E ડીવીઝનની ઓફીસના એક રૂમમાં બાળકને અભ્યાસ માટેની તમામ સમગ્રી પુરી પાડી પોતાના બાળકની જેમ પોલીસ ધ્યાન રાખી રહીં છે.
  • હજી તો તે એ પણ નથી જાણતો કે તેના પિતાએ શું ગુનો કર્યો છે અને શા માટે જેલ હવાલે કરાયાં છે.
  • પિતા આજે જેલમાં લઇ જવાના હોવાથી પુત્રએ પિતા સાથે રહેવાની જીદ કરતા પોલીસે થોડા સમય માટેની મંજૂરી આપી

પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો છે તે સાંભળતા મનમાં એક જ વિચાર આવે કે જેલમાં પુરી દીધો હશે, કંઇ ગુનો કર્યો હશે એટલેજ પોલીસે બેસાડી રાખ્યો હશે, પરંતુ એસીપી એસ.જી પાટીલની ઓફીસમાં આશરો મેળવી રહેલા 8 વર્ષના માસૂમ બાળકે નાતો કોઇ ગુનો કર્યો છે, નાતો તેને કોઇ સજા આપવામાં આવી રહીં છે. જોકે પિતાએ કરેલા ગુનાહીત ક્રુત્ય બાદ નિરાધાર થયેલા બાળક માટે પોલીસ પરિવાર સમાન બની છે.

ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસે જાન્યુઆરી 2018માં કંકુબહેન દેવીપૂજકની હત્યા તેના પતિ ભરતે કરી હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે. જોકે માતાની હત્યા કરનાર પિતાની પોલીસે ધરપકડ કરતા 8 વર્ષનો માસૂમ બાળક નિરાધર બન્યો હતો. તેના પરિવારજનો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેઓ બાળકનો ઉછેર કરી શકે તેમ નથી. હવે બાળકને લઇને પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થયાં હતા. તેવામાં એસીપી ઇ-ડીવીઝન એસ.જી પાટીલ અને ડીસીપી ઝોન-3 સંજય ખરાટે નક્કી કર્યું કે આ બાળક હવે પોલીસ પાસેજ રહેશે.

આ અંગે એ.સી.પી એસ.જી પાટીલે સાથે વાત કરતા જણાવ્યું કે, આ માસૂમ બાળકને જોઇ એક ક્ષણ માટે તેને એકલો મુકવાની ઇચ્છા થતી નથી, તેના પિતાએ ગુનો કર્યો છે તેની સજા બાળકને શા માટે મળે તેવી ભાવના સાથે અમે નક્કી કર્યું કે બાળક અમારી પાસેજ રહેંશે. બાળકના અભ્યાસથી લઇને તેનો તમામ ખર્ચ પોલીસ ઉપાડશે. પરંતુ “આ તો પોલીસની નોકરી છે આજે અહીંયા તો કાલે ક્યાં કોણે ખબર”, મારા પછી આવનાર અધિકારીને બાળકનો ઉછેર કરવો અનુકુળ લાગે તે જરૂરી નથી. જેથી અમે જ્યુવિનાઇલના જસ્ટીસ સાથે ચર્ચા વિચારણા કરી બાળકને યોગ્ય શિક્ષણ અને અનુકુળ વાતાવરણ પ્રાપ્ત થાય તેવી સંસ્થાને સોંપીશે, જે તેનુ અમારી જેમ પુરે પુરૂ ધ્યાન રાખી શકે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, આ માસૂમને દત્તક લેવા માટે ઘણા લોકો અને સેવાભાવી સંસ્થાઓ ફોન અને મેસેજથી સંપર્ક કરી રહ્યાં છે. પરંતુ બાળકને કોઇને પણ સોંપી દેવાની મંજૂરી કાયદો આપતો નથી, કારણ તેના પિતા હજી હયાત છે. જોકે બાળક પોલીસ પાસે રહે તેમાં તેના પિતાને કોઇ વાંધો નથી તેવું લખાણ તેના પિતાએ પોલીસને આપ્યું છે. જેથી હાલ તો બાળકને ઓફીસમાં એક રૂમ ફાળવી દેવામાં આવી છે. જ્યાં તે શાંતિમ્ય વાતાવરણમાં પોતાનો અભ્યાસ કરી શકે. 24 ક્લાક બાળક સાથે એક પોલીસ કર્મી રાખવામાં આવ્યો છે, જે તેનુ પુરેપુરુ ધ્યાન રાખશે.

વધુઓ ઉમેર્યું કે, બાળક હજી આ બાબતથી અજાણ છે કે તેના પિતાએ ગુનો શું કર્યું છે, તે એટલું જાણે છે કે તેના પિતાએ કંઇ તો એવું કર્યું છે, જેના લીધે પોલીસ તેમને જેલમાં મોકલી રહીં છે. બાળકની જીદ હતી કે “આજે મારે પપ્પા સાથે રહેવું છે”. જેથી પિતા સાથે રહેવાનો અમે તેણે પુરતો સમય આપ્યો હતો. આજે ભરત દેવીપૂજકને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડીશ્યલ કસ્ટડીમાં સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દેવામાં આવશે. આ માસૂમ હાલ ચોથા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે, આજે તે પિતા સાથે હોવાથી સ્કૂલે જઇ શક્યો નથી, તેની શાળાના શિક્ષકો સાથે અમે વાતચિત કરી છે, આવતિકાલથી તે રાબેતા મૂજબ સ્કૂલે જશે અને તેણે કોઇ પણ પ્રકારની હેરાનગતિ કે તકલીફ ન પડે તે માટે એક પોલીસ કર્મી સિવીલ ડ્રેસમાં તેની સાથે હાજર રહેશે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!