શિવ શક્તિ ના ખોળે ખૂંદવા વડોદરાનો યુવાન એકલો હિમાલયની યાત્રાએ જવા રવાના.

  •  દિવાળીપુરાના અમિષ દાદાવાલા લેહ લદાખ, ગંગોત્રી થઈને અમરનાથ યાત્રાએ જશે. ત્યાંથી વૈષ્ણોદેવી, દિલ્હી અક્ષરધામ જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરી વડોદરા પરત ફરશે.
  • લગભગ 55 દિવસ અમિષ એકલો જ યાત્રા પ્રવાસ કરશે.

ગંગા મેરી મા કા નામ બાપ કા નામ હિમાલયા….. આ ફિલ્મ ગીત ની પંક્તિ અને હિંદુ ધર્મ માં મહાદેવ અને પાર્વતીજી જ્યાં બિરાજમાન છે  તેવા શિવ શક્તિ ના ખોળે પહોંચવા પોતાની ગાડી ને જ સાથીદાર બનાવી વડોદરાના યુવાન  હિમાલયની યાત્રાએ નીકળી પડ્યા છે ૫૫ થી ૬૦ દિવસના પ્રવાસમાં તેઓ વડોદરા શહેર અને મિત્ર મંડળ સગા સંબંધી છોડી એકલા જ વિવિધ ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવશે.

વડોદરાથી રવાના થતા અગાઉ ગઇરાત્રે અમિષભાઈ દાદાવાળાએ જણાવ્યું હતું કે અગાઉ વડોદરાના બે ત્રણ મિત્રો સાથે નેપાળની યાત્રા કરી હતી ત્યારબાદ મારી ફોરવીલ ગાડીમાં એકલાએ વડોદરા થી ભૂતાન સુધીની યાત્રા કરી હતી હવે આ વખતે 8 હજાર કિલોમીટરની ધાર્મિક સ્થાનો ની યાત્રા પણ ફોરવીલ ગાડીમાં એકલાએ શરૂ કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે ધાર્મિક યાત્રા હંમેશા અઘરી હોય છે અગાઉ લોકો પદયાત્રા થી કે પછી ટ્રેન દ્વારા હિમાલયની યાત્રાએ જતા હતા હવે સુવિધા વધી છે ત્યારે તેમજ રસ્તા પણ ખૂબ જ સારા થયા હોવાથી વાહન દ્વારા રસ્તા હિમાલયની યાત્રા સરળ બની છે.

તેમણે જણાવ્યું હતું કે વડોદરાથી વિવિધ ધાર્મિક સ્થાનોની મુલાકાત ની સાથે-સાથે હિમાલય માં આવેલા ધાર્મિક સ્થાનો  ચારધામ; ગંગા મૈયા ના સાનિધ્યમાં આવેલા કુદરતી સૌંદર્ય ધરાવતા હરદ્વાર ઋષિકેશ  ગંગોત્રી નગરો જેનું મહત્વ  હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં પણ  રહેલું છે તેની મુલાકાત અને ધાર્મિક સ્થાનો ના દર્શન એ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે.

 આ યાત્રા પૂર્ણ કરી વડોદરા પરત આવતા ૫૫ થી ૬૦ દિવસ લાગશે તમે યાત્રા એકલા કેમ જાઓ છો તે અંગે તેમણે જણાવ્યું કે અગાઉ દક્ષિણ ભારત અને ભૂતાન ની યાત્રા કરી હતી ત્યારે પણ એકલો જ ગયો હતો અને આ વખતે પણ એકલો યાત્રાએ જઈ રહ્યો છું કારણ કે હું એકલો જ છું અને યાત્રામાં ૫૫ દિવસ જેટલો સમય થવાનો છે ત્યારે અત્યારના ઝડપી યુગ ના જમાનામાં કોઈની પાસે ૫૫ દિવસ મારી સાથે યાત્રા પર આવવાનો સમય પણ હોઈ શકે નહીં

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!