Business Idea Gujarati: હાલ મોંઘવારી એટલી વધી ગઈ છે, લોકોને બીજું કોઈ કામ શોધવું જ પડી રહ્યું છે. વધતી મોંઘવારી માં આવક નો બીજો સ્ત્રોત હોવો અનિવાર્ય બની ગયો છે. જેના કારણે તેઓ વિવિધ પ્રકારના બિઝનેસ આઈડિયા શોધી રહ્યા છે. જો તમે પણ રૂપિયા કમાવાનો સ્ત્રોત શોધી રહ્યા છો, તો આજે તમને કેટલાક એવા બિઝનેસ વિશે જણાવીશું, જેના દ્વારા તમે સારી કમાણી શરૂ કરી શકો છો. મોટાભાગના લોકોના ઘરની છત ખાલી રહે છે, તો આવી સ્થિતિમાં તમે તેના દ્વારા કમાણી કરી શકો છો. ચાલો જાણીએ કે તમે કઈ રીતે ઘર ની ખાલી છત પર થી કમાણી કરી શકો છો.
મોબાઈલ ટાવર લગાવી કમાણી કરો
તમે તમારી છત પર મોબાઈલ કંપનીનો ટાવર લગાવીને રૂપિયા કમાઈ શકો છો. જે કંપનીઓ મોબાઈલ ટાવર લગાવે છે તે તેના માટે ઘણા રૂપિયા ચૂકવે છે. જો તમે તમારી છત પર ટાવર લગાવો છો, તો તેના માટે તમારે સર્ટિફિકેટ લેવું પડશે અને તમારા પડોશીઓ સાથે કોઈ વાંધો નહીં હોવાની વાત પણ કરવી પડશે. મોબાઈલ ટાવર લગાવી તમે સારી આવક મેળવી શકો છો.
સોલર પ્લાન્ટથી કરો કમાણી
તમે સોલાર પ્લાન્ટ લગાવીને પણ કમાણી કરી શકો છો. તેનાથી ન માત્ર વીજળી ઉત્પન્ન થાય છે, પરંતુ તમને બિલ ભરવામાં પણ રાહત મળે છે. પાવર કંપનીઓ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા પછી, તમારા ઘરે એક મીટર ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ મીટરથી જાણી શકાશે કે તમે કેટલી વીજળી વેચી છે. આ બિઝનેસ માટે લગભગ 80,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમે વીજળી ઉત્પન્ન કરીને અને તેને વેચીને સારા રૂપિયા કમાઈ શકો છો. સોલાર પ્લાન્ટ લગાવીને તમે સારા રૂપિયા કમાઈ શકો છો.
હોર્ડિંગ્સ લગાવી કરો કમાણી
તમારું ઘર મેન રોડ પર છે, તો તમે તમારી છત પર Advertising હોર્ડિંગ્સ લગાવી શકો છો. તમે તેના દ્વારા પણ સારી એવી કમાણી કરી શકો છો. હોર્ડિંગનું ભાડું મિલકતના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે છે. તેના માટે તમે આઉટડોર એડવર્ટાઇઝિંગ કંપનીઓનો સંપર્ક કરી શકો છો.
આ લેખ તમે Mariupdate.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આવું જ વિવિધ વેપાર ના આઈડિયા તથા અવનવી માહિતી માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો.. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.