Atal Pension Yojana: પતિ-પત્ની ને મહિને મળશે 10,000 રૂપિયા

Atal Pension Yojana 2023: શું તમે તમારા રિટાયરમેન્ટને સિક્યોર કરવા માંગો છો ? તો તે માટે સુરક્ષિત જગ્યાએ રોકાણ આવશ્યક છે. આજે આપડે જાણીશુ અટલ પેન્શન યોજના વિશે આ  સ્કીમમાં પતિ અને પત્ની બને મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. તો ચાલો જાણીયે આ યોજનાના ફાયદા શું છે ? પેન્શન કેવી રીતે મળશે? વગેરે તમામ જરૂરી વિગતો.

Atal Pension Yojana (APY): પતિ-પત્ની ને મહિને મળશે 10,000 રૂપિયા


અટલ પેન્શન યોજના સરકારી યોજના છે. અટલ પેન્શન યોજના માં 18 વર્ષથી 40 વર્ષનો કોઇ પણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. આ યોજના માં 60 વર્ષ બાદ પેન્શન મળવાનું શરૂ થાય છે. યોજના ની શરૂઆત  વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી ત્યાર થી લખો લોકો આ યોજના અંતર્ગત રિટાયરમેન્ટ દરમિયાન પેન્શન મેળવી રહ્યા છે.

આ એક સુરક્ષિત રોકાણ છે. આ યોજના માં લઘુત્તમ માસિક પેન્શન ની મર્યાદા 1000 રૂપિયા છે ઉપરાંત તમને  2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને મહત્તમ 5000 રૂપિયા સુધી પેન્શન  મેળવી શકો છો. જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં રોકાણ કરો છો  તો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 5000 રૂપિયાના માસિક પેન્શન ચાલુ થઇ જશે. આ માટે તમારે દર મહિને માત્ર 210 રૂપિયા રોકાણ કરવું પડશે. ઉમર વધતા ની સાથે આ રકમ માં વધારો થતો રહે છે.

APY- 10,000 નું પેન્શન કેવી રીતે મળશે.

જો પતિ અને પત્ની જેની ઉંમર 30 વર્ષ કે તેનાથી ઓછી હોય અને આ યોજના માં રોકાણ કરે તો તેમણે મહિને 577 રૂપિયા ભરવા પડશે છે. અને પતિ પત્ની બને ના 5 હજાર + 5 હાજર આમ કુલ 10000 પેન્શન મેળવી શકશો. અહીં ઉમર વધુ હોય તે મુજબ માસિક રોકાણ માં પણ વધારો થશે.

Atal Pension Yojana Online કેવી રીતે અરજી કરવી?


આ યોજના નો લાભ તમે તમારી બેંક માં અથવા પોસ્ટ ઓફિસ માં લઇ શકો છો. તે માટે જરૂરી પુરાવા રજુ કરી ને આ યોજના માં એનરોલ કરી શકો છો. તે માટે વધુ માહિતી તમે બેંક દ્વારા મળી રહશે.



અનેક ફાયદાઓ ઉપરાંત અટલ પેન્શન યોજના (APY) માં રોકાણકાર ને આવકવેરા અધિનિયમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો કર લાભ પણ મળે છે. જો પતિ પત્ની માંથી કોઈ મૃત્યુ પામે તો, હયાત જીવનસાથીને દર મહિને આજીવન પેન્શન સાથે 8.5 લાખ રૂપિયા સુધી મળવા પાત્ર છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!