Healthy Drink For Diabetes: ડાયાબીટીસની સમસ્યા થવા પર કારગર છે આ હેલ્થી ડ્રીંક

Healthy Drink For Diabetes: આજના સા વિશેષ લેખમાં અમે તમને કેટલાક એવા ડ્રીંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ડાયાબીટીસ ને કાબૂમાં કરવા માટે કામ કરે છે.

કાકડીનો જ્યુસ:- કાકડીના જ્યુસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી મળી આવે છે. જે શરીરમાં પાણીની ઉણપ દૂર કરે છે. વળી તેમાં મળી આવતા વિટામિન, આયરન, ફોસ્ફરસ, એમિનો એસિડ વગેરે શરીરમાં સોજો આવ્યો હોય અથવા કોઇ જગ્યાએ ચેપ લાગ્યો હોય તેને દૂર કરે છે. વળી તેનાથી તમારા શરીરમાં બ્લડ સુગર લેવલ પણ કાબૂમાં રહે છે.

હર્બલ ટી :- જો તમે ડાયાબીટીસ થી પીડિત છો તો તમારે ભોજનમાં ચાની જગ્યાએ હર્બલ ટીનો ઉપયોગ કરી શકો છો. હર્બલ ટી એક એવો વસ્તુ છે, જે શરીરના બધા જ અંગોને સાફ કરીને પ્રેરણા આપવા માટે કામ કરે છે. તેનાથી તમારું બ્લડ સુગર લેવલ પણ સંતુલન અવસ્થામાં રહે છે. જેનાથી તમને ડાયાબિટીસ ની સમસ્યા થઈ શકતી નથી. તમને જણાવી દઈએ કે તમારે હર્બલ ટી બનાવવા માટે મુલેઠીની જરૂર પડશે. તમે મુલેઠીને પાણીમાં ઉકાળીને હર્બલ ટી બનાવી શકો છો.

કારેલાનો જ્યૂસ:- કારેલાનો જ્યૂસ સ્વાદમાં ભલે કડવો હોય પણ ઘણી બીમારીઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે. તેમાં એવા બે પોષક તત્વો મળી આવે છે જે બ્લડ સુગર અને યુરીન લેવલ ને કાબૂમાં કરે છે. વળી તેમાં જોવા મળતા તત્વો ગ્લુકોઝ ની માત્રા ઓછી કરવાની સાથે સાથે પેટના રોગો પણ દૂર કરવાની શક્તિ ધરાવે છે. વળી તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો લોહીને સાફ કરવા માટે કામ કરે છે.

નારિયેળ પાણી:- નારિયેળ પાણીમાં વિટામિન, મિનરલ સહિત અનેક પોષક તત્વ મળી આવે છે. આ સાથે તેમાં પોટેશિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે. આ બધા પોષક તત્વોના લીધે નારિયેળ પાણી ડાયાબિટીસની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. વળી તેનાથી શરીરમાં પીએચ અને મેટાબોલિઝ્મ લેવલ સંતુલનમાં રાખી શકાય છે.

ફળ અને શાકભાજીનો જ્યુસ :- તમે જાણતા હશો કે ફળ આજે શાકભાજીમાં કુદરતી સુગર મળી આવે છે પણ તમે લીલા શાકભાજીને જાંબુના રસ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. તમે લીલા શાકભાજીની સાથે સાથે ટામેટા, ગાજર અને બિટનો રસ પણ ભોજનમાં શામેલ કરી શકો છો. ફળોમાં તમે જામફળ, કિવી અને બેરીનો ઉપયોગ કરી શકો છો.

પાણી :- પાણી પણ ડાયાબીટીસ ને કાબૂમાં કરવા માટે સારો વિકલ્પ હોય શકે છે. હકીકતમાં પાણી શરીરને ડીહાઇડ્રેશન થી બચાવે છે, જેનાથી શરીરમાં સુગર લેવલ માં વધારો થઈ શકતો નથી.

Verificationn Code: Get Here

આવામાં ડાયાબિટીસ ના દર્દીઓએ વધુમાં વધુ માત્રા પાણીની પીવી જોઈએ, તેનાથી વધારાની સુગર યુરિન મારફતે બહાર નીકળી શકે… તેનાથી ડાયાબીટીસ લેવલ પણ કાબૂમાં કરી શકાય છે.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!