માથાથી પગ સુધીની 50થી વધુ બીમારીઓને દુર કરે છે આ ઔષધી

Advertisement

આમળા પોષકતત્વોથી ભરપુર હોય છે. તેમાં બીમારીઓને દુર કરવાની ક્ષમતા છે. તેનું સેવન કરવાથી શરીરના અનેક રોગ દુર થાય છે. માથાથી પગ સુધીની સમસ્યાઓ આમળાના સેવનથી દુર થાય છે.

આમળા એન્ટી ઓક્સીડન્ટ તત્વોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં સ્ફુર્તિ આવે છે અને ઊર્જા વધે છે. આ સાથે જ નબળાઈ અને અશક્તિ દુર થાય છે.

આમળામાં રહેલા પોષકતત્વોની વાત કરીએ તો તે પોટેશિયમ, વિટામીન સી, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફાઈબર જેવા તત્વોથી ભરપુર હોય છે.

શરીરમાં આ તત્વોની ઊણપ હોય તો ચોક્કસથી આમળા ખાવાની શરુઆત કરી દેજો. તેનાથી દમ, અસ્થમા, પેટની સમસ્યા, કબજિયાત એસીટીડી, આંખના રોગ, ખરતા વાળની તકલીફોથી રાહત મળે છે.

1. જો એસીડીટીની સમસ્યા રહેતી હોય તો ભોજનમાં આમળા અને સાકરને સાથે ખાવાનું રાખો. તેનાથી એસીટીડીની તકલીફ મટે છે. સાથે જ પેટના વિકાર પણ દુર થાય છે. પેટ સાફ આવે છે અને ખાટા અને તીખા ઓડકાર આવતા બંધ થાય છે.

2. ડાયાબીટીસની તકલીફ હોય તો આમળાનું સેવન કરવાથી બ્લડ સુગરને કંટ્રોલમાં કરી શકાય છે. ડાયાબીટીસના દર્દીઓએ આમળાના રસમાં હળદર ઉમેરીને લેવાનું રાખવું. તેનાથી તુરંત રાહત મળે છે.

3. જો તમને પથરીની તકલીફ હોય અને તેમાંથી રાહત મેળવવી હોય તો આમળાનો પાવડર લઈ તેમાં મૂળાનો રસ ઉમેરી તેનું સેવન કરવું. આ મિશ્રણ પેટમાં ક્ષારને જામતો અટકાવે છે. નિયમિત તેને લેવાથી પથરી નીકળી જાય છે.

4. જો વધારે વજન તમારી સમસ્યા છે તો તેના માટે આમળા અને ત્રિફળા ચૂર્ણને જમ્યા પછી રાત્રે નવસેકા પાણી સાથે લેવું.

5. જો ચહેરા પર ડાઘ પડી ગયા હોય અને અનેક ઈલાજ પછી પણ દુર થતા ન હોય તો આમળાની પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો. ત્વચા બેદાગ અને ચમકદાર બનશે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!