વગર દવાએ મળશે માંસપેશીઓની દુખાવાથી કાયમી છુટકારો, ઘર બેઠા અપનાવો આ એક આયુર્વેદિક ઉપાય

Advertisement

ક્યારેક હાર્ડવર્ક કરવામાં આવે તો માંસપેશીઓમાં તણાવ આવી જાય છે. માંસપેશીઓમાં દુખાવો અને તણાવ થવા પર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા મોટા લોકોથી લઈને બાળકો ને પણ થઈ શકે છે. કેટલીક વાર રમતી વખતે માસપેશીઓ પર જોર કે દબાણ પડવાના કારણે તણાવની સમસ્યા થઈ શકે છે.

માંસપેશીઓમાં તણાવ થવાના કારણે સમસ્યા વધી શકે છે. તેના કારણે ઉઠવા, બેસવામાં કે ચાલતા સમયે પણ ઘણી મુશ્કેલી પડે છે. આ સમસ્યા થવામાં વધારે કસરત કરવી, ભારે વજન ઉઠાવવું અને રમતા સમયે વાગવું વગેરે કારણો જવાબદાર છે. તેના સિવાય માસ પેશીઓમાં તણાવ બીજા અનેક કારણોથી પણ થઈ શકે છે. માસ પેશીઓમાં તણાવ અને ખેંચાણ આવવા પર આ આયુર્વેદિક ઉપચાર અપનાવી શકો છો.

1) આદુ:-  માંસપેશીગ માસ પેસશીઓમાં તણાવ દૂર કરવા માટે અત્યંત ફાયદાકારક છે આદુમાં એનાલ્જેસિક ગુણ હોય છે, એ સોજો અને દુખાવાને દૂર કરવામાં અત્યંત ફાયદાકારક હોય ઓમાં તણાવ દૂર કરવા માટે આદુનો ટુકડો લો.અને તેને પાણીમાં નાખીને સરસ રીતે ઉકાળો. ઉકાળ્યા બાદ આ મિશ્રણમાં એક ચમચી મધ મેળવો અને દિવસમાં બેથી ત્રણ વાર તેનું સેવન કરો. આમ કરવાથી તમને માંસપેશીઓની તણાવની સમસ્યામાં રાહત થશે.

2) તુલસી:- માંસપેશીઓમાં તણાવથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ પણ ફાયદાકારક હોય છે. તુલસીમાં એન્ટીઇન્ફ્લેટરી ગુણ હોય છે. તુલસીના પાનનો રસ કાઢીને તેમાં સરસવનું તેલ મેળવો અને દુખાવા વાળી જગ્યા પર લગાવો આમ કરવાથી  તમારો દુખાવો તરત જ દૂર થઈ જશે. માસ પેશીઓમાં તણાવ થાય ત્યારે દિવસમાં બે વાર આનો ઉપયોગ કરો.

3) સિંધવ મીઠું:- સિંધવ મીઠા નો ઉપયોગ દુખાવો અને સોજો દૂર કરવા માટે અત્યંત ફાયદાકારક છે સિંધવ મીઠુંમાં હાજર મેગ્નેશિયમ માંસપેશીઓમાં આરામ પહોંચાડવાનું અને દુખાવો તથા સોજાને દૂર કરવાનું કામ કરે છે. માંસપેશીઓમાં તણાવ દૂર કરવા માટે સિંધવ મીઠાને ગરમ પાણીમાં નાખીને નાહવાથી ફાયદો મળે છે.

4) હળદર:- માંસપેશીઓમાં તણાવની સમસ્યા દૂર કરવા માટે હળદરનો ઉપયોગ અત્યંત ફાયદાકારક છે. હળદરમાં હાજર કર્ક્યુંમીન દુખાવો અને સોજાની સમસ્યામાં તુરંત જ આરામ પહોંચાડે છે. આનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે માંસપેશીઓમાં તણાવ આવવા પર સરસવના તેલમાં હળદર મેળવીને શેક કરવાથી તમને વધારે ફાયદો મળશે.

5) સરસવનું તેલ:- સરસવના તેલમાં માંસપેશીઓના તણાવને દૂર કરવા માટે અત્યંત ફાયદાકારક છે.

તેનો ઉપયોગ કરવાથી તમને દુખાવો અને સોજામાં ફાયદો મળે છે. સરસવના તેલમાં લસણની બે કળીઓ નાખો. હવે આ તેલને હળવું નવશેકું ગરમ કરીને અસરકારક જગ્યા પર માલિશ કરો. આવી રીતે થોડાક સમય સુધી કરવાથી તમને રાહત મળશે. 

(નોંધ: ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!