ગુજરાતી લેખક મંડળ

ગુજરાતી લેખક મંડળ



 ૧)    નામ: આ સંસ્થાનું નામ ‘ગુજરાતી લેખક મંડળ’ રહેશે.

૨)    કાર્યાલય: ‘ગુજરાતી લેખક મંડળ’નું કાર્યાલય હાલ અમદાવાદ ખાતે રહેશે. અથવા મંડળની સંચાલન સમિતિ વખતોવખત નક્કી કરે ત્યાં રહેશે.

૩)    કાર્યક્ષેત્ર: મંડળનું કાર્યક્ષેત્ર ગુજરાત વ્યાપી રહેશે. જરૂર પડે તો અન્ય રાજ્યોમાં પણ પ્રવૃત્તિ હાથ ધરી શકાશે.

૪)    હેતુઓ – ધ્યેયો:

મંડળના હેતુઓ વગેરે નીચે મુજબ છે:

ગુજરાતીમાં લખતા લેખકો અને ગુજરાતમાં વસેલા અને અન્ય ભાષાઓમાં લખતા લેખકોનું ગૌરવ જળવાય એ રીતે એમનાં વ્યાવસાયિક હિતોના લાભ અને કલ્યાણ માટે પ્રવૃત્તિ કરવી.  એ માટે એના સભ્ય લેખકોને માર્ગદર્શન આપવું, સલાહસૂચનો કરવાં અને આવશ્યકતા મુજબ જરૂરી તમામ સહાય પૂરી પાડવી. લેખન વ્યવસાયને સ્વનિર્ભર બનાવવા પ્રયાસો કરવા અને લેખકોની કલ્યાણ પ્રવૃત્તિ સાથે સાંકળવા. વ્યાવસાયિક રીતે જેમની સાથે લેખકોને સીધો નાતો છે એવા વિવિધ ર્દશ્ય, શ્રાવ્ય, ર્દશ્ય-શ્રાવ્ય અને પ્રકાશનનાં તમામ માધ્યમો / સંસ્થાઓ / વ્યક્તિઓ સાથે લેખકોના લાભ અને કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ અંગે વાટાઘાટો કરવી અને લેખકોનું હિત જળવાય એ માટેની પારસ્પરિક સમજૂતીઓ કરવી / કરાવવી.

વખતો વખત વ્યાવસાયિક ધારા-ધોરણો અને આર્થિક પાસાં અંગે સુધારા-વધારા કરવા અને એને સર્વ પ્રકારનાં ર્દશ્ય, શ્રાવ્ય, ર્દશ્ય-શ્રાવ્ય, પ્રકાશન અને એને લગતાં અન્ય માધ્યમોમાં વ્યક્તિગત અને સામૂહિક ધોરણે લાગુ કરવા પ્રયાસો કરવા.  લેખકોનું શોષણ ન થાય તે જોવું અને તે અંગેના પ્રયાસો કરવા.  લેખકોને વ્યક્તિગત અને સામૂહિક ધોરણે ઓથ આપવી. મંડળને સ્વનિર્ભર બનાવવું. લેખકોના હિત, લાભ અને કલ્યાણની પ્રવૃત્તિઓને વ્યાપક સમાજ સાથે સાંકળવી અને લેખકોની સામાજિક જવાબદારી અંગેની સભાનતા કેળવવાની – પ્રવૃત્તિ કરવી.

લેખકોનાં સંગઠનો ઊભા કરવા, એવાં જ અન્ય સંગઠનો અને સંસ્થાઓ સાથે સમાનહિત માટે જોડાવું, પરસ્પરને સહાય કરવી.  મંડળની શાખાઓ ખોલવી / ચલાવવી. લેખકોની સહકારી મંડળી સ્થાપવી, મંડળની પોતાની લાયબ્રેરી ઊભી કરવી, પ્રકાશન અને વિતરણ / વેચાણ / પ્રસાર પ્રવૃત્તિ કરવી અને વખતોવખત મંડળની સંચાલન સમિતિ અને કાર્યવાહક સમિતિ નક્કી કરે તેવી આર્થિક પ્રવૃત્તિઓ કરવી. મંડળનું મુખપત્ર બહાર પાડવું, વ્યાવસાયિક સામયિકોનું સંચાલન કરવું. વ્યાખ્યાનો, સંમેલનો, કાર્યશિબિરો અને મેળાવડા વગેરે યોજવા.

મંડળના હેતુઓ પાર પાડવા માટે ટ્રસ્ટ ફંડો ઊભા કરવા, દાન સ્વીકારવા, નાણાં ભંડોળ ઊભું કરવું અને એનો વહીવટ કરવો.  બંધારણમાં વખતોવખત ઉમરેણ કરવા, સુધારા-વધારા કરવા.  ર્દશ્ય-શ્રાવ્ય માધ્યમો, જેવાં કે, ફિલ્મ, ટીવી, રેડિયો, થિયેટર અને મુદ્રણ / પ્રકાશન માધ્યમો / સંસ્થાઓ સાથે હિતરક્ષા માટે વાટાઘાટો કરવી, વિસંવાદો દૂર કરવા કાર્યવાહીઓ કરવી અને મંડળના સભ્યોને વ્યાવસાયિક / આર્થિક સહાયરૂપ થવાના તમામ પ્રયાસો કરવા.

મંડળમાં જ કાનૂની-સમિતિ ઊભી કરવી અને વિવાદોના નિકાલ માટે આવશ્યક જણાય ત્યારે કેસ કરવા, વકીલોને રોકવા. કોપી-રાઈટના કાયદાનું પૂરેપૂરું પાલન થાય એ અંગેની પ્રવૃત્તિઓ કરવી અને એ કાયદામાં સુધારા-વધારા સૂચવવા અને એ લાગુ કરવાની પદ્ધતિઓ અંગે સરકારમાં તેમ જ અન્યત્ર આવશ્યક જણાય ત્યાં રજૂઆતો કરવી.

લેખન, એના પ્રકાશન, એના પ્રસારણ અને એની ભજવણી તેમ જ એની રજૂઆત અંગે પ્રસંગોપાત ઊભા થતા સેન્સરશીપના મુદ્દા અંગે લેખક, લેખન અને વાણી સ્વાતંત્ર્યના બંધારણના મૂળભૂત અધિકારના સંદર્ભમાં પ્રવૃત્તિઓ કરવી તેમ જ સરકાર અને આવશ્યક જણાય ત્યાં રજૂઆતો કરવી.

મંડળનું કાર્યક્ષેત્ર અને હેતુઓ જોતાં તેના દરેક સભ્યએ લેખકની રૂએ એની પ્રકાશિત/પ્રકાશ્ય કૃત્તિઓ/ગ્રંથો એના પ્રસારિત રેડિયો, ટીવી કાર્યક્રમ શ્રેણીઓ નિર્મિત કે નિર્માણાધીન ફિલ્મ/શ્રેણી/ટેલિફિલ્મ, એના ભજવાયેલાં/ભજવાતાં નાટકો તેમ જ એના ર્દશ્ય શ્રાવ્ય અને પ્રકાશન માધ્યમોના વ્યક્તિ/સંસ્થા સાથેના જે કોઈ કાર્યક્રમો/પ્રકાશનો થયા હોય / થવામાં હોય એને લગતાં કરારપત્રો અને પુરાવાઓ ઇત્યાદિની ઝેરોક્ષ અથવા ખરી નકલ મંડળમાં જમા કરાવવી ઇચ્છનીય ગણાશે. અથવા મંડળને એની જરૂર લાગે ત્યારે એ પૂરા પાડવા બંધાયેલો રહેશે.

મંડળનો કોઈ પણ સભ્ય મંડળને અથવા તો જાહેર હિતને હાનિ પહોંચે એવી પ્રવૃત્તિ કરતો જણાશે અથવા ગેરવર્તુણૂંક કરતો જણાશે અથવા આ બંધારણની કલમ ૨૬-૩ અંતર્ગત ઠરાવેલી શરતોનું ઉલ્લંઘન કરતો જણાશે તો સંચાલન સમિતિ એને કામચલાઉ ધોરણે તાત્કાલિક બરતરફ કરી શકશે પણ આ બરતરફી મંડળની સાધારણ સભા ૨/૩ બહુમતીથી મંજૂર ઠરાવે પછી કાયમી ધોરણે અમલી બનશે.

ઉપરોક્ત કલમ ૨૭ અંતર્ગત કામચલાઉ બરતરફ કરાયેલ સભ્યને પોતાની રજૂઆત સંચાલન સમિતિ સમક્ષ કરવાનો અધિકાર રહેશે. એ સંચાલન સમિતિને વહેલી તકે સામાન્ય સભા બોલાવાવની માગણી રજૂ કરી શકશે. પણ એ અંગેનો આખરી નિર્ણય બંધારણની રૂએ સભ્યપદ અને એના અધિકારોને લક્ષમાં રાખી સંચાલન સમિતિનો રહેશે જેમાં મંડળનું હિત પ્રાથમિક રહેશે.

કલમ ૧૬, ૧૭ અને ૨૭ અંતર્ગત બરતરફ કરાયેલ / થયેલ હોદ્દેદાર / સભ્ય જો મંડળના સભ્યપદેથી બરતરફ થયેલા હશે તો અને જો તેમને ફરીથી મંડળના સભ્ય બનવું હશે તો ત્રણ વર્ષ પછી ફરી સભ્યપદની અરજી કરી શકશે અને એ સમયે મંડળની સંચાલન સમિતિ પુનર્વિચાર પછી યોગ્ય જણાશે તો નિર્ણય લઈ શકશે અથવા સામાન્ય સભા સમક્ષ તેવા સભ્યની અરજી રજૂ કરી ૨/૩ બહુમતીથી ફરી સભ્યપદ આપવું કે નહીં એ અંગેની કાર્યવાહી કરી શકશે.

મિલકત નાણાંની વ્યવસ્થા અને હિસાબ 

મંડળના બધા રોકડ નાણાં કોઈ પણ એક અથવા વધારે રાષ્ટ્રીયકૃત બેન્ક / સહકારી બેન્કમાં રાખવામાં આવશે અને આવશ્યક જણાય ત્યારે કાર્યવાહક સમિતિના પ્રમુખ, બેમાંથી એક ઉપપ્રમુખ અને બેમાંથી એક મંત્રી એમ ત્રણની સહીથી નાણાંનો ઉપાડ કરી શકશે.  મંડળના કોષાધ્યક્ષ / ખજાનચીને નામે રૂા.૧૦૦૦/- (અંકે રૂા. એક હજાર)થી વધુ નહીં એટલી રકમ મંડળની પેટી-કેશ તરીકે રાખી શકશે.  મંડળના તમામ કામકાજ માટે તેમ જ નિભાવ માટે થતા બધા જ ખર્ચની રકમ, કલમ-૩૦માં જણાવ્યા અનુસાર કોઈ રાષ્ટ્રીયકૃત બેન્ક / સહકારી બેન્કમાં જમા થયેલા મંડળના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે. આ પ્રકારની ચૂકવણી મુખત્વે ચેક દ્વારા કરવામાં આવશે.

મંડળને ફી / ભંડોળ પેટે મળતી રકમ કાર્યવાહક સમિતિના કોષાધ્યક્ષ સહી કરીને સ્વીકારશે. આવી રકમ સ્વીકાર્યાની જે પાવતી કોષાધ્યક્ષની સહીવાળી હોય તે કાયદેસરની ગણાશે. કોષાધ્યક્ષ હાજર ન હોતાં બેમાંથી કોઈ પણ મંત્રી રકમ સ્વીકારી શકશે, સહી કરીને પાવતી આપી શકશે, જે કાયદેસરની ગણાશે.  મંડળને મળતાં તમામ પ્રકારનાં ભંડોળની રકમ અને ખર્ચેલા નાણાંનો જે રકમ જે કાર્ય માટે મળે અને ખર્ચાય તેનો તેમ જ બધા લેણા અને દેણાનો ખરો હિસાબ કાર્યવાહક સમિતિના હોદ્દેદારો નિયમસર રાખશે.

 ઉપરોક્ત ખરો હિસાબ અને એના ચોપડા મંડળના કાર્યાલયમાં અથવા કાર્યવાહક સમિતિના હોદ્દેદારોને યોગ્ય લાગે ત્યાં સુધી રાખી શકશે. પણ સંચાલન સમિતિને એની જાણ કરવાની રહેશે.  મંડળના હિસાબના ચોપડા અને અન્ય વિગતો / માહિતીઓ મંડળના સભ્યોને સંચાલન સમિતિ સમયે સમયે ઠરાવે તે યોગ્ય શરતોને આધીન રહીને જોવા મળી શકશે. મંડળનો હિસાબ દર વર્ષે ઓછામાં ઓછો એક વાર સંચાલન સમિતિએ નિયુક્ત કરેલા ઓડિટરને હાથે તપાસશે તેમ જ તે ખરો અને ચોક્કસ છે એની ખાતરી સાથેનું પ્રમાણપત્ર લેવામાં આવશે. ત્યાર બાદ તેને સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

મંડળની તમામ મિલકત સ્થાવર કે જંગમ તથા ટ્રસ્ટફંડો મંડળને નામે રહેશે. કલમ ૩૯ પ્રમાણેના ટ્રસ્ટીઓની સંખ્યા સાત કરતા ઓછી કે અગિયાર કરતાં વધારે રહેશે નહીં. ટ્રસ્ટીઓ બદલવા, નવા ટ્રસ્ટી નીમવા કે ટ્રસ્ટી / ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરવો જેવી ટ્રસ્ટીઓની બાબતો સંચાલન સમિતિને આધીન રહેશે. જો કોઈ ટ્રસ્ટી કાર્ય કરવા અશક્ત હોય / બિમાર હોય / મનની અસ્થિરતાનો ભોગ બન્યા હોય તો કાનૂની ર્દષ્ટિએ કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયા હોય તો સંચાલન સમિતિ અને મંડળના સર્વાંગી હિત માટે બદલી શકશે.

ચૂંટણી

સંચાલન સમિતિની મુદ્દત પૂરી થયા પહેલાં નવી સંચાલન સમિતિની ચૂંટણી કરવામાં આવશે.

ઉપર્યુક્ત ચૂંટણીમાં ઊભા રહેવા માટે સામાન્ય સભ્યોએ નિયત કરેલું ઉમેદવારી પત્રક ભરવાનું રહેશે. કાયમી અને સંલગ્ન સભ્યો આ ચૂંટણીમાં ઊભા રહી શકશે, સહયોગી સભ્યને ઉમેદવારી કરવાનો અધિકાર રહેશે  ઉમેદવારી પત્રકમાં સભ્યએ પોતાનો સભ્યક્રમાંક કાયમી કે સંલગ્ન સભ્ય, એ સ્પષ્ટ જણાવવાનો રહેશે.

પ્રત્યેક ઉમેદવારે તેની ઉમેદવારી સંદર્ભમાં મંડળના સભ્ય એવા બે અન્ય સભ્યોનો નામોલ્લેખ અનુક્રમે પ્રસ્તાવ મૂકનાર અને ટેકો આપનાર તરીકે તે તે સભ્યની સહી અને સભ્યક્રમાંક સાથે કરવાનો રહેશે. સહયોગી સભ્ય પણ પ્રાસ્તાવિક અને ટેકો આપનાર તરીકે સહી કરી શકશે.

ઉમેદવારી પત્રક સ્વીકારવાની તારીખ અને સમય પછી આવેલા ઉમેદવારી પત્રકો રદ ગણાશે.

 સંચાલન સમિતિના ૧૪ સભ્યો ચૂંટવા માટે પ્રત્યેક સભ્યને ૧ સભ્ય ચૂંટવા અર્થે ૧ મત અને કુલ ૧૪ મત આપવાના રહેશે. પ્રત્યેક સભ્યએ પોતાના મતનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો રહેશે. મતપત્રકમાં એનાથી ઓછા કે વધારે મત આપશો તો તે મતપત્રક રદ થયેલું ગણાશે. જો કુલ ૧૬ ઉમેદવારી પત્રકો જ ભરાયા હશે તો એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાશે અને જો ૧૬થી ઓછા ઉમેદવારી પત્રકો ભરાયા હશે તો એમને પણ ચૂંટાયેલા જાહેર કરાશે. અને ખૂટતા સભ્યોની પસંદગી વિદાય લેતી સંચાલન સમિતિના અધ્યક્ષ, પ્રમુખ અને સભ્યો તેમ જ નવા ચૂંટાયેલા સભ્યો કરી શકશે.

મંડળનું કાર્યકારી વર્ષ ૧ એપ્રિલથી ૩૧ માર્ચનું રહેશે અને એ રીતે ધ્યાનમાં રાખી સંચાલન સમિતિ ચૂંટણી વગેરેનું આયોજન કરવામાં આવશે.

બંધારણમાં ફેરફાર 

બંધારણમાં ફેરફાર કરવા માટે સંચાલન સમિતિએ ખાસ બોલાવેલી વિશેષ સામાન્ય સભામાં હાજર રહેલા સભ્યોની સંખ્યા કાર્યસાધક ગણાશે. બંધારણમાં ફેરફાર કરવા માટે આવી બોલાવેલી વિશેષ સામાન્ય સભામાં ઠરાવ કે ઠરાવો રજૂ થશે અને હાજર રહેલા સભ્યોની ૨/૩ બહુમતી ઠરાવ પસાર / મંજૂર કરવા માટે આવશ્યક ગણાશે.

મંડળના સભ્યોમાંથી ૨/૧૦ સભ્યો લેખિત રૂપમાં સંયુક્ત ધોરણે બંધારણમાં ફેરફારો સૂચવી શકશે. બંધારણમાં સૂચવેલા ફેરફારો / સુધારા મંજૂર / પસાર થાય પછી તરત જ મંડળને લાગુ કરી શકશે. એ માટેની તમામ કાર્યવાહી વિશેષ સામાન્ય સભામાં જ થશે અને સંચાલન સમિતિ, કાર્યવાહક સમિતિ, અધ્યક્ષ અને પ્રમુખ પણ એ સભામાં હાજર રહેશે અને સહી કરશે.

બંધારણમાં ફેરફાર / સુધારા કરવા બોલાવેલી વિશેષ સામાન્ય સભાનું સ્થળ, સમય અને તારીખ અને એનો એજન્ડા, સંચાલન સમિતિ સૂચિત સુધારાના સંદર્ભમાં નક્કી કરશે અને સભ્યોને એની લેખિત જાણ ૧૫ દિવસ અગાઉ કરશે.

કલમ-૫૩માં જણાવ્યા અનુસાર મંડળના ૨/૧૦ સભ્યો લેખિત રૂપમાં સંયુક્ત રીતે બંધારણમાં ફેરફારો સૂચવે છે. પછી જો સંચાલન સમિતિ ૧ મહિનાની અંદર વિશેષ સામાન્ય સભાની તારીખ, સ્થળ અને સમયની નોટિસ ન કાઢે તો ૨/૧૦ સભ્યો વિશેષ સાધારણ સભા બોલાવશે અને એની જાણ તમામ સભ્યોને સ્થળ, તારીખ, સમય સાથે ફરશે. આ સભામાં ચેરમેન / પ્રમુખ, સંચાલન સમિતિ અને કાર્યવાહક સમિતિ પણ ઉપસ્થિત રહેશે અને વિશેષ સામાન્ય સભા જે નિર્ણય બહુમતીથી લે, એને સ્વીકારશે અને મંડળને એ લાગુ કરવા માટેની કાર્યવાહી પૂરી કરશે. 

Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!