Health Tips: આજના આધુનિક યુગમાં મોટાભાગે લોકોનું જીવન બેઠાળુ થઈ ગયું છે, જેના કારણે શરીરમાં ઘણી બધી નાની મોટી સમસ્યા ઓ થાવનું શરુ થઈ જાય છે, તેવામાં આપણી અનિયમિત ખાણી પીની હોવાના કારણે આપણા શરીરમાં પેટને લગતી સમસ્યાઓ થવાનું જોખમ ખુબ જ વધી જાય છે.
Health Tips: Constipation Solution
પેટમાં ગેસ થવો, કબજિયાત થવો, એસીડીટીની સમસ્યા થવી જેવી અનેક સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. જેના કારણે શરીરને ઘણું નુકસાન પણ થઈ શકે છે. ગેસ ની સમસ્યા રહેતી હોય તેવા વાયકતીને ભૂખ કરતા થોડું ઓછું ખાવું જોઈએ. આ ઉપરાંત ખાવામાં પીવામાં ઘણું ઘ્યાન રાખવું જોઈએ.
જયારે પેટને લગતી સમસ્યા થવાનું શરુ થાય છે ત્યારે એનું નિરાકરણ કરવું પણ ખુબ જ જરૂરી છે, જો નિરાકરણ સમયસર ના કરવામાં આવે તો વજન વધવું, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી અનેક બીમારીઓ થવાનું જોખમ વધી શકે છે. જયારે પણ આપણે બહારના ખોરાક સૌથી વધુ ખાતા હોય ત્યારે તે ખોરાક ના પચવાના કારણે કબજિયાત થતી હોય છે.
માટે કબજિયાતની સમસ્યા ને મૂળમાંથી દૂર કરવા માટે બહારનો આહાર, મેંદા વાળો આહાર, ચરબી યુક્ત આહાર ખાવાનું ટાળવું જોઈએ, જેથી તમે ખુબ જ ઝડપ થી કબજિયાતમાં રાહત મેળવી શકશો. માટે આજે અમે તમને એવા કેટલાક ઉઅપય જણાવીશું જેને રોજિંદા જીવનમાં આપનાવાથી ગેસ અને કબજિયાતની સમસ્યા મૂળમાંથી દૂર થઈ જશે.
ગેસની સમસ્યા ને દૂર કરવા માટે એક ગ્લાસ પાણી લેવાનું છે ત્યાર પછી તેને થોડું હૂંફાળું ગરમ કરી લેવાનું છે, ત્યાર પછી તેમાં અડધી ચમચી અજમો મિક્સ કરી હલાવી ને 5 મિનિટ રહેવા દો, ત્યાર પછી આ પાણીને તમારે ભોજન 15 મિનિટ પહેલા પી જવાનું છે, જેથી ખાધેલ ખોરાક ખુબ જ ઝડપથી પચી જશે અને ગેસની સમસ્યા માં રાહત મળશે.
આ ઉપરાંત ગેસની સમસ્યા રહેતી હોય તો રોજિઁદા જીવનમાં યોગા નો સમાવેશ કરવો જોઈએ, જેથી ગેસની સમસ્યામાં ખુબ જ ઝડપથી રાહત મેળવી શકાય છે, માટે સવારે ઉઠીને 10-15 મિનિટ માટે યોગા કરવા જોઈએ, જેથી ગેસની સમસ્યા દૂર કરી શકાય છે.
કબાજીયાત ની સમસ્યા વધારે ભારે ખોરાક ખાઈ લીધો હોય અને તે ખોરાક ના પચવાના કારણે કબજિયાત ની સમસ્યા થતી હોય છે માટે કબજિયાતની સમસ્યા રહેતી હોય તો રોજે દિવસમાં બે વખત સવારે અને સાંજે ભોજન પછી ચાલવું જોઈએ. જેથી ખાધેલ ખોરાકને પચાવવામાં મદદ મેળવી શકાય છે.
આ ઉપરાંત કબજિયાતને દૂર કરવા માટે રાત્રીના ભોજન પછી દેશી ગોળનો ટુકડો અને આખા ધાણા ખાવાના છે જે પાચનક્રિયાને સુધારશે, આ ઉપરાંત પાચક મુખવાસ પણ ખાવો જોઈએ જેમાં વરિયાળી, તલ, અજમો વગેરે મિક્સ કરીને ખાઈ શકાય છે, જે ખોરાકને ખુબ જ ઝડપથી પચાવી દેવામાં મદદ કરશે.
કબજિયાતની સમસયાનો મૂળમાંથી દૂર કરવા માટે એક ગ્લાસ પાણીમાં એકે આખું લીંબુ નીચોવીને તેમાં, સંચર અને જીરું મિક્સ કરીને પી જવાનું છે, જેથી ખોરાકને પચાવામાં મદદ પણ મળશે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો પણ કરે છે. આ લીંબુ પાણી પીવાથી પેટ એકદમ કાચ જેવું ચોખ્ખું થઈ જશે અને આંતરડા, લીવર અને ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
જો અમે પણ બહારનો ખોરાક ખાઓ છો અને ખોરાક પચતો નથી અને કબજિયાત અને અપચો થઇ જાય છે તો ઉપર જણાવેલ ઉપાય કરવાથી ગેસ અને કબજિયાત જેવી પેટને લગતી સમસ્યા કાયમી માટે દૂર થઈ જશે.