Fenugreek Health Benefits: લીલી અને સૂકી મેથીનો ઉપયોગ એ રોજિંદા જીવનમાં આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. તેથી રસોડામાં પણ સૂકી મેથીના દાણા નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. મેથી સ્વાદે કડવી હોવાથી એન્ટિબાયોટિક અને લોહીને શુદ્ધ કરે છે. મેથીના ફોસ્ફેટ અને વિટામીન ડી અને લોહઅયસ્ક જેવા તત્વો હાજર હોય છે. તેમાં રહેલા ગલાયકોસાઈટ ના કારણે કડવી હોય છે.
પરંપરાગત રીતે મેથી ના દાણા વધારમાં ,અથાણાં અને શાક બનાવવા પણ તેનો ઉપયોગ થાય છે. શિયાળાની ઋતુમાં લિલી મેથીની પુરી,ઢેબરાં, ભાજી,થેપલા,ભજીયા વગેરે માં તેનો ઉપયોગ થાય છે. એક ચમચી મેથીમાં કાર્બોહાઇડ્રેટ, મેંગેનીઝ, પ્રોટીન,કેલરી વફેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેની ભાજી સ્વાદે કડવી હોવાથી ભૂખ અને પાચનશક્તિ માં વધારો કરે છે.
જો તેનો વધારે ઉપયોગ કરવામાં આવે તો પિત્ત વધારનારી છે. તેનો પ્રમાણસર માં ઉપયોગ થાય તો તે તાવ, અરુચિ, અશક્તિ, કરમિયા, વારંવાર ઝાડા થવા, ઉલટી, ઉધરસ વગેરે માં ફાયદો કરનારી છે. આંતરિક ભાગમાં સોજો અને લાલાશ પડતા ચાંદા ને દૂર કરે છે. મેથીની ભાજીનું શાક અંત્યત ગુણકારી માનવામાં આવે છે તેના બીજ પણ એટલાજ ગુણકારી છે. તે કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસના દર્દીઓને માટે અમૃત સમાન છે.
મેથીના ચમત્કારી ફાયદાઓ:-
સાઇટીકા જેવી બીમારીમાં દુખવા સામે મેથી અને સૂંઠ નું ચૂર્ણ બનવું નવશેકા પાણી સાથે સવાર-સાંજ લેવાથી દુખાવામાં રાહત થાય છે. જે લોકોને હાથપગ ના દુખવા હોય તેવા લોકો એ મેથીના લોટ ને ઘીમાં શેકીને લાડુ બનાવી દિવસમાં એક ખાવાથી હાથપગમાં દુખવા મટે છે. ગેસ ની સમસ્યા વાળા લોકોએ મેથીના 5 દાણા રાતે ગળી જવાથી ગેસ થતો નથી.
તમને જણાવી દઈએ કે મેથી ખાવાના ઘણા ફાયદા છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે મેથીના દાણા પીવું શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે. કહેવાય છે કે મેથીનું પાણી સતત એક મહિના સુધી પીવાથી આ 4 ગંભીર બીમારીઓ દૂર થાય છે.
ડાયાબિટીસ
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે મેથીના દાણા પાણીમાં પલાળીને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે મેથીના દાણાનું પાણી પીવાથી બ્લડ ગ્લુકોઝ ઓગળવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, જે શરીરના ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ખાંડને પણ નિયંત્રિત કરે છે.
મોટાપો
તે જ સમયે, તમે કદાચ નહીં જાણતા હોવ કે મેથીના દાણાને પાણીમાં પલાળીને અને મેથીના દાણા ચાવવા પછી પીવાથી ભૂખની સમસ્યા ફરી દૂર થઈ જાય છે. સાથે જ તમને જણાવી દઈએ કે મેથીનું સેવન શરીરના વજનને નિયંત્રિત કરવામાં અને શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
પથરી
તમને જણાવી દઈએ કે મેથીના દાણાને 1 મહિના સુધી સતત પીવાથી કીડની સ્ટોન ની સમસ્યા પણ ખતમ થઈ જશે, એટલું જ નહીં આમ કરવાથી પથરી આપોઆપ ઓગળી જશે અને બહાર આવી જશે.
હાઈ બ્લડ પ્રેશર
બીજી તરફ હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે.
વપરાશ પદ્ધતિ
મેથીના દાણા પીવાની સાચી રીત જાણવી સૌથી જરૂરી છે અને તેના માટે સૌથી પહેલા રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. સવારે પલાળેલી મેથીના દાણા કાઢીને બાજુ પર રાખો. વધુ પાણી પીવો. તેનાથી શરીરને ઘણા ફાયદા થશે.
જે લોકો ને વાળની સમસ્યા હોય તેવા લોકોએ મેથીનો લેપ લગાવાથી ખોડો અને ખરતા વાળ બંધ થઇ જાય છે તથા તેના દાણા ને નારિયેળ તેલમાં આખી રાત સુધી પલાળી સવારે તેની માલિસ કરવાથી વાળ કાળા અને મજબૂત બને છે. ઉનાળા ની ઋતુમાં ઘણા લોકોને લુ લાગે છે તેમાં રાહત મેળવવા માટે સુકવેલી મેથીના પાનને પાણીમાં પલાળી તે પાણી પીવાથી આરામ થાય છે.
જે લોકોને ડાયાબિટીસ હોય તેવા લોકોએ રોજ સવારે મેથીના લોટની એક ચમચી પાણી સાથે પીવાથી અને આખી રાત પાણીમાં પલાળેલા દાણા નું પાણી પીવાથી દર્દીને આરામ મળે છે. આ પાણી 1 મહિના સુધી પીવું જોઈએ તે પેશાબમાં સુગરનું પ્રમાણ ઘટાડે છે.
જે લોકોને સાંધાના દુઃખાવા હોય તેવા લોકોએ મેથીના દાણાને રાતે પલાળી સવારે ચાવીને ખાવાથી દુખાવા માટે છે અને સાંધા મજબૂત થાય છે. પાણી સાથે મેથીના દાણા ગળી જવાથી ઘુંટણ અને હાડકા ના દુખાવા મટે છે. જે લોકોને અપચો અને કબજિયાત હોય તેવા લોકો મેથીના દાણા પાણી સાથે ગળવાથી રાહત થાય છે.
જે મહિલાઓ ને સુવાવડ પછી સ્વેતપ્રદર ની તકલીફ હોય તો તેમને મેથી ને ઘી ગોળ સાથે લેવાથી ફાયદો થાય છે. લો બ્લડપ્રેશરવાળા વ્યક્તિ એ આદુ વાળું શાક ખાવાથી ફાયદો થાય છે અને હાઇ બ્લડપ્રેશર વાળા વ્યક્તિ એ મેથીના દાણા પાણી સાથે ગળવાથી લાભ થાય છે.