રંગરેલિયા મનાવતાં ભાજપના યૂવા કાર્યકરનો વિડીયો વાઈરલ.

  •  શહેર ભાજપની જૂથબંધી ફરી સપાટી પર આવી.
  • તાજેતરમાં એક જૂથના કાર્યકરે સોશિયલ મિડીયા પર કરેલી ટીપ્પણી બાદ બીજો હુમલો?
  • લોકસભા ચૂંટણીના પરિણામ બાદ પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતા.
  • વ્યાજખોર મયંક બ્રહ્મભટ્ટ અને સાગર બ્રહ્મભટ્ટ સામે કેસ કરવાને કારણે મને બદનામ કરવાનું કાવતરું રચાયું છેઃ આકાશ પટેલ વોર્ડ નં. 3 યુવા મોર્ચા ઉપ પ્રમુખ.

શહેર ભાજપમાં જૂથબંધીને કારણે લોકસભા ચૂંટણીમાં કેવું પરિણામ આવશે, એ તો તા. 23મી મે ના રોજ સ્પષ્ટ થઈ જ જવાનું છે. પરંતુ તાજેતરમાં ભાજપાના એક જૂથના કાર્યકરે બીજા જૂથના અગ્રણી પર આક્ષેપો કરતી ટીપ્પણી સોશિયલ મિડીયા પર કરતાં હોબાળો મચ્યો હતો. જ્યારે આજે બીજા જૂથના અગ્રણીઓની નજીકના એવાં યૂવા કાર્યકરનો કોલ ગર્લ સાથેનો કથિત વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ કરાયો છે.

વોર્ડ નં. 3 યૂવા મોર્ચા ઉપપ્રમુખ અને શહેર યૂવા મોર્ચા કારોબારી સભ્ય આકાશ પટેલનો કોલ ગર્લ સાથેના કથિત વિડીયોમાં બિયરો અને કોલ ગર્લ સ્પષ્ટ પણે નજરે પડે છે. આ વિડીયો વાઈરલ થતાં સ્થાનિક ભાજપી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ભાજપા કાર્યકરનો રંગરેલીયા મનાવતો વિડીયો પણ વાઈરલ કરાશે?

હાલમાં વાઈરલ થયેલાં વિડીયોમાં એક કોલ ગર્લ અને ત્રણ જેટલાં યુવકો બેઠેલા નજરે પડે છે. જેમની વચ્ચે બિયરના ટીન પડેલાં છે. કોલ ગર્લે કપડાં પહેરેલાં છે અને એક યુવક બીજા યુવકને એની પત્ની વિશેની મજાક કરે છે અને તેમાં અપશબ્દો બોલાતાં કોલ ગર્લ તેઓને ગમે તેટલું ભણશો તમારી ભાષા સુધરશે નહીં તેવી વાત કરે છે. જાણવા મળે છે કે, હજી બીજો વિડીયો વાઈરલ થવાનો છે જેમાં કાર્યકર દારૂ પીતો હોય તેવો અને કોલ ગર્લ સાથે રંગરેલીયા મનાવતો હોય તેવા દ્રશ્યો હશે.

વિડીયો અંગે આકાશ પટેલે અવર વડોદરાને જણાવ્યું કે, આ મને બદનામ કરવાનું કાવતરું છે. વ્યાજખોર મયંક બ્રહ્મભટ્ટ અને સાગર બ્રહ્મભટ્ટ પાસેથી મેં વ્યાજે 4.80 લાખ લીધા હતાં અને વ્યાજ પેટે 10 લાખ આપ્યા હતાં. આ મામલે મેં કેસ કર્યો હતો. કમિશનરને રજૂઆત કરી હતી તેમજ રેકોર્ડિંગ સહિતના પુરાવા સાથે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી.

તેણે આક્ષેપ કર્યો હતો કે, હાલમાં પોલીસે બંને વ્યાજખોરોની ધરપકડ કરી હતી. આ વ્યાજખોરોને ભાજપના જ નેતાઓ છાવરી રહ્યાં છે. અને આ મામલે મને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. વ્યાજખોરોને પીઠબળ આપનારા ભાજપના નેતાઓને હું જરૂર ખુલ્લા પાડીશ.

વિડીયોમાં પોતે હોવાનો ઇન્કાર કરતાં આકાશે જણાવ્યું હતું કે, વિડીયોમાં હું છું જ નહીં. કાલે સવારે જ હું સાઈબર ક્રાઈમમાં વિડીયોની તપાસ કરવા માટે અરજી કરવાનો છું. વિડીયો કોઈએ મોર્ફ કરીને જાણી જોઈને ફેલાવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ચુંટણી પરીણામો બાદ ભાજપની જૂથબંધી વરવું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ ભાજપા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!