Petrol Price in Gujarat: લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો નથી. કિંમતો સતત જેમની તેમ જ છે. વિશ્વ બજારમાં ભાવમાં ભારે ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે. એક્સપર્ટના મત મુજબ હાલ બ્રેન્ટક્રૂડ નો ભાવ સતત ઘટાડા સાથે જાન્યુઆરી મહિના ના સ્તર પર પહોંચી ચુક્યો છે. આ સમયગાળા દરમિયાન ઘરેલુ ઓઈલના ભાવમાં કોઈ કાપ કે ઘટાડો નોંધાયો નથી, પરિણામે એવું માનવામાં આવી રહ્યું છે કે જલદી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે.
Petrol Price in Gujarat: પેટ્રોલ-ડીઝલના ભાવ પર અપડેટ, આટલા રૂપિયા ઘટી શકે છે ભાવ
સરકાર તરફ થી ભાવ કંટ્રોલ માં લેવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. તો હવે જલદી ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે જલદી Petrol ના ભાવમાં 10 ટકા એટલે કે લગભગ 14 રૂપિયા જેટલો ઘટાડો થઇ શકે છે.
ક્રૂડ ઓઈલ 150$ ડોલરથી ગગડીને 85 ડોલર થયું
હાલ WTI Crude નો ભાવ 78 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ જોવા મળી રહ્યો છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 85 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. વર્ષની શરૂઆતમાં ક્રૂડ ઓઈલનો ભાવ 150 ડોલરના લેવલ પર પહોંચી ગયો હતો અને આજે લગભગ 85થી 75 ડોલર વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલના Petrol Price ભાવ ઘટાડો થવો નક્કી?
ઘરેલુ બજારમાં તથા ગ્લોબલ માર્કેટમાં પેટ્રોલ ડીઝલના ભાવ માં વધ ઘટથી ફેરફાર થતા હોય આ સ્વાભાવિક છે. પરંતુ અહીં કિંમતોમાં સતત સ્થિરતા જળવાઈ રહેલ છે તેથી ભાવમાં ભારે ઘટાડો થાય તેવું માનવામાં આવી રહ્યું છે. આ ઘટાડો જલદી થઈ શકે છે. ગ્લોબલ ઈકોનોમીમાં સુસ્તીના કારણે દુનિયાભરમાં ઈંધણની ખપત ઘટતી જોવા મળી રહી છે. જેના કારણે ગ્લોબલ માર્કેટમાં સતત ઘટાડો થવા પામે છે.