Remedy For Heart Attack: લોહીને જાડું થતું અટકાવીને હાર્ટ એટેકથી બચવા માટે અપનાવો આ અસરકારક ઉપાય

Effective Remedy For Heart Attack: આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે ખાવા-પીવા અને કસરત કરવાનો સમય નથી, તેથી બીમાર પડવું સામાન્ય બની ગયું છે. આ તમામ રોગો લોહીમાં અસામાન્યતા પેદા કરે છે, જે ઘણીવાર લોહી ગંઠાઈ જવાની સમસ્યા તરફ દોરી જાય છે. તમને જણાવી દઈએ કે લોહી ગંઠાઈ જવાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેનાથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક વગેરેનું જોખમ વધી શકે છે. તેથી શરીરને સ્વસ્થ રાખવા માટે લોહીને પાતળું રાખવું જરૂરી છે.

હાર્ટ એટેકથી બચવાના 10 ઉપાય

કસરત કરવી

દિલને સ્વસ્થ રાખવા માટે પહેલાં ખુદને ફિટ રાખો. સ્મોકિંગ અને ડ્રિંકિંગને ત્યજીને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગા કે કસરત કરવી. કસરત કરવાથી વ્યક્તિ તણાવમુક્ત રહે છે. જે દિલ માટે બહુ જરૂરી છે.

રેડ વાઈન

જો તમે બિયર કે વ્હિસ્કી પીવો છો તો તેની જગ્યાએ રેડ વાઈન પીવાનું શરૂ કરી દો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેને પોલિફેનોલ્સ કહેવાય છે. આ બ્લડ વેસલ્સની પરતનું રક્ષણ કરે છે.

રોજ સફરજન ખાઓ

સફરજનમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે એન્ટી-ઈન્ફ્લેમેટરી હોવાને કારણે બ્લડથી બ્લડ ક્લોટ થવા નથી દેતું. તેમાં ફાઈબર અને વિટામિન વધારે હોય છે. સફરજન સ્નેક્સ ટાઈમમાં ખાવાની આદત નાખવી જોઈએ.

બદામ

જો તમે બદામ ગરમ છે એવું માનીને ખાતા નથી તો તમે દિલની બીમારીઓ માટે તૈયાર થઈ રહ્યા છો. કારણ કે બદામમાં જે તેલ હોય છે તે દિલ માટે ફાયદાકારક હોય છે. બદામમાં વિટામિન ઈ, ફાઈબર અને વિટામિન હોવાને કારણે કોલોસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. દિવસમાં 4-5 બદામ જરૂર ખાવી. રાતે પલાળીને પણ બદામ ખાઈ સકો છો.

સોયા

આ ખાવામાં ટેસ્ટી નથી હોતા, પરંતુ દિલ માટે સારું હોય છે. સોયામાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જો તમે નોનવેજ નથી ખાતા તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે સોયા. સોયામાં રેડ મીટ જેટલી તાકાત હોય છે. આ બોડીમાં એક્સટ્રા સેચુરેટેડ ફેટને ઘટાડે છે. સોયાને તમે ચાવલ કે શાકમાં મિક્ષ કરીને ખાઈ શકો છો. સોયા મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છે. જે દિલ માટે બહુ લાભકારક હોય છે.

બેરીઝ

સ્ટ્રોબેરી, કેનબેરીજ, બ્લુબેરી, મલબેરી, હક્લબેરી, ગૂઝબેરી અને અન્ય બેરીઝમાં વિટામિન સી, કેલ્શિયમ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તમે બેરી ખાવાથી ક્યારેય કંટાળશો નહીં. જેથી દિલ ખોલીને બેરી ખાવી જોઈએ. આ રીતે ફાઈબર ફ્રુટ્સ સવારે નાસ્તામાં ઓટ્સ અને દહીં પણ ખાવું જોઈએ. દિલને હેલ્ઝી રાખવા માટે બેરીઝ ખાવાનું શરૂ કરી દો.

ટામેટા

ટામેટામાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને કેન્સર કે દિલથી જોડાયેલી બીમારીઓ માટે ખતરો રહેતો નથી. શોધ મુજબ જે લોકો દરરોજ ટામેટું ખાય છે, તેમને દિલની બીમારીઓ અને કેન્સરની બીમારીનો ખતરો ઘટી જાય છે. જો તમે ટામેટા નથી ખાતા તો હવે ખાવાનું શરૂ કરી દો. ટામેટાનું સલાડ અથવા શાકમાં નાખીને ખાવું. ટામેટા મેમરી અને એન્ટી એજિંગ માટે પણ ફાયદાકારક હોય છે.

લીલાં શાકભાજી

લીલા શાકભાજી અને ઓલિવ ઓઈલ બન્ને તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમા છે. ડાયટમાં લીલાં શાકભાજી લેવાથી દિલ સ્વસ્થ રહે છે અને બીમારીઓ પાસે નથી આવતી.

સોલ્મન

સોલ્મન ફિશ ખાઈને દિલ ખુશ થઈ જાય છે. ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે શરીરમાં બ્લડ ક્લોટિંગ થવા નથી દેતું. જો તમને ફિશ પસંદ છે તો અઢવાડિયામાં બે વાર ફિશ જરૂર ખાવી. પરંતુ બહુ સ્પાઈસી ફિશ ન ખાવી.

ઓટ્સ

ઓટ્સ પણ દિલને હેલ્ધી રાખવા માટે બેસ્ટ માનવામાં આવે છે. ઓટ્સમાં ભરપૂર ફાઈબર હોય છે. સાથે ઓમેગા-3, ફેટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે અને બ્લડ વેસલ્સને સાફ રાખે છે.

આખું અનાજ

દિવસની શરૂઆત આખા અનાજ કે દળિયાથી કરવી. જેથી તમારું દિલ આખો દિવસ હેલ્ધી રહેશે. રોજ આખા અનાજના દળિયા ખાવાથી હાર્ટ ફેઈલ થવાની સંભાવના ઘટી જાય છે કારણ કે તે દિલને કોરોનેરી બીમારીઓથી બચાવે છે.

બ્રાઉન બ્રેડ

વ્હાઈટ રાઈસ કરતાં વધુ સારું છે કે તમે બ્રાઉન રાઈસ ખાઓ. બ્રાઉન રાઈસ હાઈ બ્લડપ્રેશર અને એથરોસ્ક્લેરોસિસને કંટ્રોલ કરે છે. આ ફાઈબરનો સારો સ્ત્રોત અને કોલેસ્ટ્રોલના લેવલનવે ઘટાડવામાં મદદ કરે છે.


Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!