Vitamin E Tablet: આ ટેબ્લેટ આડઅસર વિના તમારા વાળને બનાવી દેશે ઘાટા, મજબૂત અને એકદમ કાળા.

Vitamin E Tablet: તમે વિટામિન ઈની ઉણપ કેપ્સ્યુલ દ્વારા પૂર્ણ કરી શકો છો. હા મેડિકલ સ્ટોર પર તમને વિટામિન ઈની કેપ્સ્યુલ આસાનીથી મળી રહે છે. તમને બે ફોર્મેટમાં વિટામિન ઈની કેપ્સ્યુલ મળે છે. જેમાં એક 400 Mg તો બીજી 800 Mg ની કેપ્સ્યુલ હોય છે.

જોકે તમારે તેનો ઉપયોગ કરવો હોય તો તમે નાની કેપ્સ્યુલ નો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેનાથી વધારે સારા પરિણામ મળે છે. તેનો ઉપયોગ કરવા માટે તેને અણીદાર વસ્તુ જેમ કે સોયની મદદથી તેની અંદર રહેલ તૈલીય પદાર્થ બહાર કાઢી લો અને પછી તેનો ઉપયોગ કરો.

જો તમારી ત્વચા એકદમ અસ્પષ્ટ થઈ ગઈ છે અને તમે તેને ચમકદાર અને મુલાયમ બનાવવા માંગો છો તો તમારે તેનો ઉપયોગ કરવા માટે વિટામિન ઈ ની કેપ્સ્યુલ માંથી તૈલીય પદાર્થ એક બાઉલમાં કાઢીને તેમાં એલોવેરા જેલ મિક્સ કરી લો. હવે તેને ત્વચા પર લગાવવામાં આવે તો તમારા ચહેરા પર રહેલા ખીલ અને ડાઘ દૂર થઈ જશે અને તમને સ્પષ્ટ ચહેરો મળશે.

જો તમારા વાળ નિસ્તેજ બની ગયા છે અને તેમાંથી ચમક ઓછી થઈ ગઈ છે તો ચમક પાછી લાવવા માટે સૌથી પહેલા વિટામિન ઈની કેપ્સ્યુલ લઈને તેમાં દહીં અને નારિયેળ તેલના એક કે બે ટીપાં મિક્સ કરીને તેને ચહેરા પર લગાવવામાં આવે તો તમને ઘણો ફરક દેખાવા મળશે. આ સાથે વાળ ખરવા, સફેદ થઈ જવા, ચમક ઓછી થઈ જવી વગેરે સમસ્યાઓ દૂર થઈ જશે.

જો તમારી આંખો નીચે ડાર્ક સર્કલ થઇ ગયા છે અને તમે તેને દૂર કરવા માટે વિવિધ અપનાવી ચૂક્યા છો અને તમને રાહત મળી રહી નથી તો તમારે વિટામિન ઈ ની કેપ્સ્યુલ કામ લાગી શકે છે. આ માટે સૌથી પહેલા બદામ તેલમાં નારિયેળ તેલ મિક્સ કરીને તેને ડાર્ક સર્કલ પર લગાવવું જોઈએ. તેનાથી ડાર્ક સર્કલ દૂર થઈ જશે અને અસરગ્રસ્ત વિસ્તાર પણ ચમક મેળવી શકશે.

જો તમારા ચહેરા પર ગંદકી જામી ગઈ છે અને ચહેરો એકદમ નિસ્તેજ દેખાય છે તો તમારે સૌથી પહેલા તેને સ્ક્રબ કરવો જોઈએ. જેના માટે તમે વિટામિન ઈ ની કેપ્સ્યુલ નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે વિટામિન ઈની અંદર કોફી પાવડર મિક્સ કરીને તેનાથી હાથ વડે મોઢા પર સ્ક્રબ કરવું જોઈએ.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!