'રેમલ' એક બે દિવસ નહીં 7 દિવસ કહેર મચાવશે! આ તારીખે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે તૂટી પડશે!

Gujarat Weather Update: ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડી પર લો પ્રેશર બની રહ્યું છે. આ કારણે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુક્રવારે તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જો આ પ્રેશર વાવાઝોડામાં ફેરવાયું તો ઓડિશા, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના ઉત્તરી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં પણ તેની અસર થવાની ધારણા છે. ભારતના હવામાન વિભાગ (Weather Update) એ ચોમાસા અને તોફાનને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

rain-will-break-with-cyclone-on-this-date-in-gujarat

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.

અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે 26થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં તેની અસર જોવા મળશે. 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે. 

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સામાન્ય છે. આગામી થોડા દિવસોમાં ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો વરસાદ 1 જૂનથી શરૂ થાય છે.

હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં કહ્યું છે કે રેમલ વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને તે વધુ તીવ્ર થવાની સંભાવના છે. જો તે ચક્રવાતી તોફાન બનશે તો તેનું નામ 'રેમલ' હશે. કેટલાક લોકોનું કહેવું છે કે આ વાવાઝોડાને કારણે ચોમાસા પર પણ અસર પડી શકે છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

હવામાન વિભાગે તોફાની પવન અને વીજળી પડવાની આશંકાને જોતાં કોલકાતામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 25 મેના રોજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણાના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ભાગોમાં વાદળો 64.5 mm થી 115.5 mm સુધી વરસાદ વરસી શકે છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ વરસાદની અપેક્ષા છે.

દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં ગરમીનું રેડ એલર્ટ છે. અહીં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. ચક્રવાતી તોફાન 'રેમલ'ના આગમનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરવામાં આવી હતી.

અલીપોર હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશમાં દરિયાની સપાટીથી લગભગ સાત કિલોમીટર ઉપર લો પ્રેશર રચાયું છે અને તે બંગાળની ખાડી પર ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગઈકાલે દક્ષિણ-પશ્ચિમ અને આસપાસના વિસ્તારોમાં રચાયેલ લો પ્રેશર ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું છે અને પશ્ચિમ મધ્ય અને દક્ષિણ બંગાળની ખાડી પર એક અલગ ડિપ્રેશન તરીકે સ્થિત છે. 

હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે બાંગ્લાદેશ સહિત ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારથી જ વરસાદ શરૂ થવાની સંભાવના છે, જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, ઓમાને ચક્રવાતી તોફાનને 'રેમલ' નામ આપ્યું છે. તે અરબી શબ્દ છે.

Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!